Kheda : ખેડા નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી અમૃત 2.0 ગ્રાન્ટ હેઠળ ખેડા નગરપાલિકામાં કામો અન્વયે ઓનલાઇન ટેન્ડરિંગથી ભાવો મગાવવામાં આવ્યા છે. વોટર સપ્લાય પ્રોજેક્ટના ESRના રિકન્સ્ટ્રકશન, પાનીવરી શેરીમાં કમ્પાઉન્ડ વોલ અને સાઇટ ડેવલપમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
ટેન્ડરની અંદાજીત રકમ 69,47,888.00 રુપિયા છે. ટેન્ડરની ફી 2832 રુપિયા છે. તો ઇએમડીની રકમ 69500 રુપિયા છે. બીડ ડોક્યુમેન્ટ ઓનલાઇન સબમીશનની તારીખ 8 ઓગસ્ટ 2023થી 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. અનુભવના પ્રમાણપત્ર,બેંક સોલ્વંસી સર્ટીફીકેટ, ટેન્ડર ફી,ઇએમડી વગેરે ડોક્યુમેન્ટ સબમીશન કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ પ્રપોઝલ ઓપનિંગનો સમય 8 સપ્ટેમ્બર 2023 સવારે 11 કલાકનો છે. ટેન્ડરની વધુ વિગતો www.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો