Tender Today : નડિયાદમાં શેલ્ટર હાઉસના સંચાલન, સિટી બસ સંચાલન, બોર રુમ બનાવવા સહિતના કામ માટે ટેન્ડર જાહેર

|

Jul 04, 2023 | 8:47 AM

આ કામો માટે અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર ભાવો મગાવવામાં આવ્યા છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 4 જુલાઇ 2023થી 12 જુલાઇ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. ઓનલાઇન ટેન્ડરમાં ભાવો ભરીને મોકલવાની છેલ્લી તારીખ 12 જુલાઇ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે.

Tender Today : નડિયાદમાં શેલ્ટર હાઉસના સંચાલન, સિટી બસ સંચાલન, બોર રુમ બનાવવા સહિતના કામ માટે ટેન્ડર જાહેર

Follow us on

Kheda : ખેડા જિલ્લામાં આવેલી નડિયાદ નગરપાલિકા (Nadiad Municipality) દ્વારા જુદા જુદા પાંચ કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ પાંચ કામમાં (1) સંતરામ મંદિર સામે આવેલા નડિયાદ નગરપાલિકા હસ્તકના શેલ્ટર હાઉસના સંચાલન કરવાની કામગીરી. (2) મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં પાંચ વર્ષ માટે સિટી બસ ચલાવવાની અને નિભાવવાની કામગીરી. (3) ચંપા તલાવડી વોટર ટ્યુબવેલ માટે બોર રુમ, ક્લોરીન રુમ બનાવવાની કામગીરી (4) વાર્ષિક બાંધકામને લગતી કામગીરી (5) નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારીથી ખાનગી સોસાયટીમાં સી.સી. રસ્તા બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : અમદાવાદના વિવિધ રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ સહિતના બ્રિજના રિપેરિંગનું ટેન્ડર જાહેર

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ કામો માટે અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર ભાવો મગાવવામાં આવ્યા છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 4 જુલાઇ 2023થી 12 જુલાઇ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. ઓનલાઇન ટેન્ડરમાં ભાવો ભરીને મોકલવાની છેલ્લી તારીખ 12 જુલાઇ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. ટેન્ડર ફી, બાનાની રકમ, અનુભવના પ્રમાણપત્ર મોકલવાની તારીખ 15 જુલાઇ 2023 છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ અને સ્થળ 17 જુલાઇ 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડરની વધુ વિગત www.nprocure.com ઉપરથી મેળવી શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article