પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ ખેડા (Kheda) જિલ્લામાં થયેલા કામો તથા બાકી રહેતા કામો અંગેની સમીક્ષા બેઠક આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ અને ઠાસરા તાલુકામાં પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના હેઠળ નિર્માણાધીન આવાસો, લાભાર્થીઓ (Beneficiaries) ની વિગત તથા બાકી રહેતા આવાસો અને લાભાન્વિત થનારા લાભાર્થીઓની વિગતવાર સમીક્ષા (Review) કરાઈ હતી. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓની સૂચિ બનાવી સમયમર્યાદામાં તેમને લાભાન્વિત કરવામાં આવે તેવું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) મેહુલ દવેએ સંબંધિત અધિકારીઓ, સરપંચો, તલાટીઓ અને સદસ્યઓને અનુરોધ કર્યો હતો.
તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની કામગીરી સંભાળતા તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સાથે વિગતવાર કામોની સમિક્ષા કરી આ અભિયાનને જવાબદારી અને ફરજના ભાગ રૂપે નહી પરંતુ સેવા યજ્ઞના ભાગ રૂપે સેવા કાર્યમાં જોડાવા કહ્યું હતું. ગત વર્ષ-૨૦૧૬ થી વર્ષ-૨૦૨૨ દરમ્યાન પૂર્ણ કરવાના લક્ષ્યાંક સામે બાકી રહેતા કામો સત્વરે હાથ પર લેવા આહવાન આપ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.વી.રાણાએ સમગ્ર કામગીરીનો એહવાલ રજૂ કર્યો હતો અને આ યોજનાની નવા નિમાયેલા સરપંચોને યોજનાની જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહૂલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.વી.રાણા, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવ્યું છે. 2022ના બજેટમાં ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે. સરકારે આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરશે. આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પુરી પાડવામાં આવશે. સરકાર દ્વારા મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને
Published On - 6:44 pm, Tue, 22 March 22