ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો, પદયાત્રીઓનો ધસારો, શહેર સાત સેક્ટરમાં વહેંચાયું, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

|

Mar 17, 2022 | 9:30 AM

બે વર્ષ પછી ડાકોરના ઠાકોર ફાગણી પૂનમ પર ભાવિક ભક્તોને દર્શન આપનાર છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર આવનાર છે ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો, પદયાત્રીઓનો ધસારો,  શહેર સાત સેક્ટરમાં વહેંચાયું, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો

Follow us on

ડાકોર ફાગણી પૂનમ મેળાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાંથી પદયાત્રીઓનો ધસારો ડાકોર તરફ જતા માર્ગો પર જોવા મળી રહ્યો છે.જેને લઇ અમદાવાદ રેન્જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે

અગિયારસથી ફાગણી પૂનમ સુધી ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુ ભકતો પગપાળા સંઘ લઈ ડાકોર આવતા હોય છે, છેલ્લા બે વર્ષ કોરોનાની મહામારીના કારણે ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાવવામાં આવ્યો હતો,પરંતુ ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા દર વર્ષે પગપાળા ડાકોર જતાં ભાવિક ભક્તોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.

બે વર્ષ પછી ડાકોરના ઠાકોર ફાગણી પૂનમ પર ભાવિક ભક્તોને દર્શન આપનાર છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર આવનાર છે ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. રોડ બંદોબસ્તની વાત કરવામાં આવે તો મહેમદાવાદના રાસ્કા ચેક પોસ્ટથી ડાકોર સુધી 1 dysp,4 પીઆઇ અને 350 પોલીસ જવાનો ફરજ બજાવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડાકોરમાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો ડાકોર શહેરને સાત સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં 1 રેન્જ આઇજી, 1 એસપી, 12 Dysp, 35 Pi, 84 Psi, 850 પોલીસ કોન્સ્ટેબલ, srp જવાનોની 4 કંપની , 800 હોમગાર્ડ જવાનો અને BDS ની 2 ટીમના બંદોબસ્ત ઉપરાંત 150 Cctv કેમરા કાર્યર કરાયા છે.

ડાકોરમાં 7 કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. ગોમતી તળાવ અને રસ્તામાં કેનાલો પર તરવૈયા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મુકવામાં આવ્યા છે. ખેડા પોલીસ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર જરૂરી માહિતી અને સૂચનાઓ અપડેટ કરશે.

પદયાત્રીઓને ડાકોર જવાનાં માર્ગો પર ચાલવામાં મુશ્કેલી ન પડે તે માટે ખેડા માર્ગ મકાન વિભાગ અને ડાકોર માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા ડાકોરને જોડતા સ્ટેટ હાઇવે પર દરરોજ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તો પદયાત્રી માટે રાત્રીના સમયે અંધારામાં ચાલવાની તકલીફ ન પડે તે માટે સાઈનેજિસની કામગીરી કરવામાં આવી છે તથા ડાકોર મંદિર થી દોઢ કિલોમીટર ત્રીજીયામાં બે્રિકેટ ની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીએ ગૃહવિભાગના બજેટમાં એવી કઈ જોગવાઈઓ કરી જેથી કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની માગણીઓ પાછી ખેચી લેવી પડી

આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડાયું

Next Article