VIDEO : ખેડા જિલ્લામાં ગરબામાં હુમલો કરવાના મુદ્દે રાજકારણ, કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપીનો કર્યો બચાવ

|

Oct 05, 2022 | 9:13 AM

કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સમગ્ર ઘટનાને લઈને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, પોલીસ દ્વારા થતી તટસ્થ કામગીરીમાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ થવો જોઈએ નહીં.

VIDEO : ખેડા જિલ્લામાં ગરબામાં હુમલો કરવાના મુદ્દે રાજકારણ, કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપીનો કર્યો બચાવ
Congress MLAs criticize the police action

Follow us on

ખેડાના (Kheda) ઊંઢેલા ગામમાં વિધર્મીઓ દ્વારા ગરબામાં હુમલો કરવાનો મુદ્દે હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યની (Congress MLA)  એન્ટ્રી થઈ છે.  ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી છે. અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવા કરી માગ છે. રાજ્ય પોલીસવડાને પત્ર લખી પોલીસ અધિકારીઓને (kheda police) તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કરી માગ. ગ્યાસુદ્દીન શેખે સમગ્ર ઘટનાને લઈને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, પોલીસ દ્વારા થતી તટસ્થ કામગીરીમાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ થવો જોઈએ નહીં.

કાયદો હાથમા લેવાનો અધિકાર કોઈને નથી : ઈમરાન ખેડાવાલા

રાજકીય હસ્‍તક્ષેપ અટકાવવામાં આવે

તમને જણાવી દઈએ કે, ખેડા જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા (Navratri 2022) પર પથ્થરમારો (Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી. હતી. આરોપીઓએ ધોલાઈ બાદ બે હાથ જોડી ફરીથી આવી ભૂલ નહીં કરીએ તેમ ગામ લોકોની માફી પણ માગી હતી. સોમવાર રાતથી જ પોલીસની વિવિધ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Published On - 9:11 am, Wed, 5 October 22

Next Article