હોળી ધૂળેટીનો તહેવાર સાવ નજીક છે ત્યારે ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો ધમધમાટ છે ડાકોરના રસ્તાઓ જય રણછોડના નાદથી ગૂંજી રહ્યા છે ત્યારે 7 તારીખ સુધી ડાકોરમાં ભક્ત મહેરામણ ઉમટી પડશે. ત્યારે તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તૈયારી અંતર્ગત કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ ઊભા કરવામાં આવ્યા છે.
ડાકોરના ઠાકોર રાજા રણછોડ રાયજી ના દર્શન કરવા કોરોના પછીના ત્રણ વર્ષ બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો પદયાત્રા કરતા કરતા ડાકોર પહોચી રહ્યા છે. ત્યારે ખેડા પોલીસ દ્વારા રાજ્યના જુદા જુદા પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે ખેડા પોલીસ ની મદદ માટે બોલાવી લેવામાં આવ્યા છે ,ચાલુ વર્ષે ડાકોરમાં યોજાનાર ફાગણી પૂનમના મેળામાં ખાખી બંદોબસ્તની વાત કરવામાં આવે તો
કોરોના કાળ બાદ પ્રથમ વખત ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી લાખો ભાવિક ભક્તો ડાકોરમાં આવનાર છે ત્યારે ખેડા પોલીસ ધ્વરા ડાકોરને ખેડા પોલીસે 8 સેક્ટર માં વહેચી નાખ્યું છે અને ડાકોરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગથી મંદિર સુધી કુલ 44 આડબંધ ઉભા કરવામાં આવ્યા છે આ આડબંધને કારણે ધક્કામુક્કી અને ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ખુબ સહાય થતી હોય છે
સેક્ટર પ્રમાણે જોઈએ તો સેક્ટર 1 જે મંદિરની અંદરનો ભાગ છે તેમાં કુલ કુલ 386 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે ,સેક્ટર 2 મંદિરના મુખ્ય દરવાજાથી બહારના ભાગમાં કુલ 308 કર્મચારીઓ ,સેક્ટર 3 વિજય ભુવન પાસેના વિસ્તારમાં 235 કમર્ચારીઓ ,સેક્ટર ચાર બળીયાદેવ પાર્ક સુદીના વિસ્તારમાં 189 પોલીસ કર્મચારીઓ ,સેક્ટર 5 વનચેતના કેન્દ્ર વિસ્તારમાં 371 કર્મચારીઓ ,સેક્ટર 6 ગોમતી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં 161 પોલીસ કર્મચારીઓ ,સેક્ટર 7 વાહન પાર્કિંગમાં અને રોડ ઉપર 313 કર્મચારીઓ અને સેક્ટર 8 ઇન્વેસ્ટીગેશનમાં કુલ 148 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે
ખેડા પોલીસ ધ્વરા જુદા જુદા સ્થળ પર લગેજ સ્કેનર ,cctv સર્વેલન્સ અને નેત્રમ કેમરાની પણ મદદ લઇ પદયાત્રીઓની સુરક્ષા કરશે
ફાગણી પૂનમને લઈ આરોગ્ય વિભાગની કામગીરી ની વાત કરીએ તો ડાકોરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ અને પદયાત્રા રૂટ પર કુલ 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે .
સંભવિત ઈમરજન્સી માટે કુલ ચાર સ્થળો પર 108 એમ્બુલન્સ સેવા કાર્યરત રહેનાર છે