kheda : નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત કરાયું જાહેર, આસપાસનાં 10 કિલોમીટર વિસ્તારમાં કોલેરા કેસોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

|

Jul 01, 2021 | 8:48 AM

Nadiad : ખેડા જિલ્લા ક્લેક્ટરે એક જાહેરનામૃું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, નડિયાદ શહેરમાં (Nadiad city) ઝાડા- ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં  રાખીને નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને એક મહિના સુધી શહેરીજનોએ આ જાહેરનામાનો અમલ કરવાનો રેહશે.

Nadiad :  ખેડા જિલ્લાના નડિયાદ શહેરને (Nadiad city) કોલેરાગ્રસ્ત (Cholera hit) જાહેર કરવામાં આવ્યું છે, શહેરની આસપાસનાં દસ કિલોમિટર વિસ્તારમાં (Area) કોલેરાનાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા ક્લેક્ટર (District collector) દ્વારા આ  નિર્ણય કરાયો છે.

રાજ્યમાં એક બાદ એક બિમારીઓ સામે આવી રહી છે, કોરોના બાદ મ્યુકરમાઈકોસિસે (Mukormycosis) હાહાકાર મચાવ્યો છે, તેની વચ્ચે વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે.

ખેડા જિલ્લા ક્લેક્ટરે એક જાહેરનામૃું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, નડિયાદ શહેરમાં ઝાડા- ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં  રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એક મહિના સુધી શહેરીજનોએ આ જાહેરનામાનો અમલ કરવાનો રેહશે.

 

એક મહિના સુધી અમલ રહેશે જાહેરનામું

નડિયાદ શહેરમાં ( Nadiad city ) છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના આસપાસનાં 10 કિલોમિટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેથી કોલેરાની (Cholera) સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. ઉલ્લેખનીય છે કે,  જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાં નો  શહેરીજનોએ એક મહિના સુધી અમલ કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ છે કે, એક તરફ કોરોના અને મ્યુકરમાઈકોસિસ બાદ કોલેરાના વધતા કેસોને લઈને હાલ ખેડા જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે અને વધતા કેસોને લઈને સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

Next Video