Kheda : સિંચાઇના પાણીને લઇને ખેડૂતો પરેશાન, 30 વર્ષથી બનેલી કેનાલમાં હજું પાણી આવ્યું નથી

|

Jul 09, 2021 | 6:23 PM

Kheda :  રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે કેનાલ બનાવે છે. પરંતુ કરોડોના ખર્ચ પછી ખેડૂતોને પાણી જ ન મળે તો.

Kheda :  રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે કેનાલ બનાવે છે. પરંતુ કરોડોના ખર્ચ પછી ખેડૂતોને પાણી જ ન મળે તો. ખેડા તાલુકાના ખુમારવાડા ગામની સીમમાંથી પસાર થતી શેઢી શાખા માઈનોર કેનાલ 30 વર્ષ પૂર્વે બની. પરંતુ અધિકારી, નેતાઓની અણઆવડતને કારણે હજી સુધી પાણી આવ્યું જ નથી. ખેડૂતોએ ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સ્વાગત ઑનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ કરી. પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ડાંગર પકવતા ખેડૂતો ન છૂટકે કુવામાંથી વધુ રૂપિયા ખર્ચીને પાણી મેળવવા મજબૂર બન્યા છે. હાલ તો જ્યારે વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે, સિંચાઇના પાણીનો પ્રશ્ન જલ્દી હલ થાય તેવું સ્થાનિક ખેડૂતો ઇચ્છી રહ્યાં છે.

 

 

 

 

Next Video