Kheda: હાથજ ગામમાં વિદ્યાર્થીઓને ગરબાના સ્થાને તાજિયા કરાવતા વિવાદ

|

Oct 02, 2022 | 10:05 AM

હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને  શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા  હોવાનું સામે આવ્યું હતું.

Kheda: હાથજ ગામમાં વિદ્યાર્થીઓને ગરબાના સ્થાને તાજિયા કરાવતા વિવાદ
ખેડામાં ગરબાને બદલે છાતી કૂટતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ

Follow us on

નવરાત્રીના (Navratri 2022) તહેવારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.  ખેડા  (Kheda) જિલ્લાના નડિયાદમાં આવેલી હાથજ ગામની પે સેન્ટર શાળાના બાળકોને ગરબાના નામે  તાજિયા રમાડવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  વિદ્યાર્થીઓને  (Student) શાળામાં ભણતરની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તેના જ ભાગરૂપે હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓને  શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ  તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા   હોવાનું સામે આવ્યું હતું.

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વીડિયોમાં જોવા મળ્યું હતું કે શાળાના  વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ  ગરબા રમવાને  બદલે  બે હાથે  છાતી કૂટતા જોવા મળ્યા હતા.

 


આ ઘટનાનો વીડિયો સામે આવતા ગ્રામજનો અને હિંદુ સેનામાં રોષ ભભૂક્યો હતો. તેમજ ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શાળા તંત્ર સામે પગલા લેવા રજૂઆત કરી હતી. હિંદુ સમાજે આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા ફરજ પાડી હતી અને વિધર્મી શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલ હિંદુ બાળકોને મૂળ ધર્મથી દૂર કરી રહ્યા છે.  તેમજ આ ઘટના પાછળ તાજેતરમાં પ્રતિબંધ થયેલી PFIનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આયોજન કેમ અને કોના કહેવાથી થયું તેને લઈને તપાસની માગણી  કરવામાં આવી છે

Published On - 9:59 am, Sun, 2 October 22

Next Article