Kheda: વડતાલધામમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી, કેસુડાના જળથી હરિભક્તો રંગે રંગાયા

|

Mar 19, 2022 | 4:26 PM

વડતાલ જ્ઞાનબાગ માં ઉજવાયેલ રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં શિરમોર છે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો જેમાં શ્રી હરિ હિંડોળામાં 12  સ્વરૂપે બિરાજી ભક્તોને કેસુડાના જળ તથા ગુલાલ ઉડાડી રંગ ઉત્સવની ઉજવણી કરી હતી .જેમાં સંતો હરિભક્તો પણ શ્રીજીના રંગથી રંગાઈ ધન્યતા અનુભવી હતી

Kheda: વડતાલધામમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી, કેસુડાના જળથી હરિભક્તો રંગે રંગાયા
Vadtaldham Rangotsav Celebrated

Follow us on

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્સવ નગરી વડતાલ(Vadtal)  ખાતે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પૂનમના રોજ દિવ્ય રંગોત્સવની(Rangotsav)  હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી . જેમાં સંતો દ્વારા 5000 હજાર કિલોથી વધુ અલગ અલગ કલર સાથે અબિલ ગુલાલને હવામા સો ફૂટ જેટલા ઊંચા બ્લાસ્ટ કરી  કલર હરિભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો હતો . આચાર્ય મહારાજ , લાલજી મહારાજ તથા સંતો દ્વારા ત્રણ પિચકારીથી શ્રીજી મહારાજના પ્રસાદીના કેસુડાનું પાણી છાંટવામાં આવતા હરિભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે , વડતાલધામમાં વર્ષ દરમિયાન અલગ-અલગ 40 થી વધુ ઉત્સવ ઉજવાય છે જેથી વડતાલધામ હવે સંપ્રદાયની ઉત્સવ નગરી બની ગઈ છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાગ લઇ શ્રીજી નો રાજીપો પ્રાપ્ત કરે છે ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પૂર્વે વિવિધ જગ્યાએ 27 થી વધુ રંગોત્સવની ઉજવણી કરી હતી.

વડતાલ નું પંચાંગ નિર્ણય તથા સદભાવના નોટબુક ચોપડાનું વિમોચન કરવામાં આવ્યું

જેમાં વડતાલ જ્ઞાનબાગ માં ઉજવાયેલ રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં શિરમોર છે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો જેમાં શ્રી હરિ હિંડોળામાં 12  સ્વરૂપે બિરાજી ભક્તોને કેસુડાના જળ તથા ગુલાલ ઉડાડી રંગ ઉત્સવની ઉજવણી કરી હતી .જેમાં સંતો હરિભક્તો પણ શ્રીજીના રંગથી રંગાઈ ધન્યતા અનુભવી હતી જે પરંપરા આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી આવે છે ફાગણી પૂનમના રોજ દેવોને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરાયા હતા, આચાર્ય મહારાજશ્રી લાલજી મહારાજ તથા સંતો દ્વારા વડતાલ નું પંચાંગ નિર્ણય તથા સદભાવના નોટબુક ચોપડાનું વિમોચન કરવામાં આવ્યું હતું વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અને નૂતન અક્ષરભુવન નિર્માણ માટે વંદુના પદ કરવાની હરિભક્તોને જાહેર અપીલ કરવામાં આવી હતી.

અબીલ ગુલાલ તથા વિવિધ કલરના 100 ફૂટથી ઊંચા બ્લાસ્ટ કરવામાં આવ્યા

Vadtaldham Rangotsav Celebration With Joy

ત્યારબાદ આચાર્ય મહારાજ અને અગ્રણી સંતોએ શ્રીજી મહારાજનું પૂજન કરી આરતી ઉતારી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાંચ હજાર કિલોથી વધુ અબીલ ગુલાલ તથા વિવિધ કલરના 100 ફૂટથી ઊંચા બ્લાસ્ટ કરવામાં આવતા સમગ્ર આકાશ રંગીન બની ગયું હતું જ્યારે ત્રણ પિચકારીથી કેસુડાના જળથી હરિભક્તોને રંગવામાં આવતા ભક્તો ભાવવિભોર બની ગયા હતા

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : Kheda જિલ્લામાં ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1998 કામો પૂર્ણ : દેવુસિંહ ચૌહાણ

આ પણ વાંચો : Surat: સી. આર. પાટીલે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100 ટીબીના દર્દીઓને દત્તક લીધા

 

Next Article