Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

|

Feb 24, 2022 | 1:49 PM

ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પિતાને ગત ૮ ફેબ્રુઆરીના રોજ ગામના ચાર નાગરિકો સાથે ખેતરમાં પાણી લેવાની બાબતે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ કેશરીસિંહના પિતા દ્વારા લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી.

Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે  છે : ધારાસભ્ય
Kheda: BJP MLA Kesari Singh's serious allegations against the police

Follow us on

Kheda: રાજકોટ પોલીસ લાંચકાંડનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જ ખેડા જિલ્લાના માતરના ચાલુ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ (MLA Kesari Singh Solanki)ખેડા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા (District Police Chief in charge)અર્પિતા પટેલ પર બુટલેગરો પાસેથી હપ્તા વસુલ કરવામાં આવતા હોવાનો આક્ષેપ (Allegation) કર્યો છે.

ખેડા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અર્પિતા પટેલ બુટલેગરોના હપ્તા ખાય છે : કેસરીસિંહ સોલંકી

ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પિતાને ગત ૮ ફેબ્રુઆરીના રોજ ગામના ચાર નાગરિકો સાથે ખેતરમાં પાણી લેવાની બાબતે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ કેશરીસિંહના પિતા દ્વારા લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી. મહત્વની વાત એ છે કે ફરિયાદ નોંધાય પછી આરોપીઓ ગામમાં હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવાને બદલે આરોપીઓને છાવરવાનોમાં આવતા હોવાનો આક્ષેપ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. કેસરીસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલ ખેડા જિલ્લામાં દારૂના ધંધા કરતા વેપારીઓ પાસેથી બેફામ રીતે હપ્તા લઈ રહ્યા છે. માતરના ધારાસભ્ય કેસરીસિંહે જે આક્ષેપો કર્યા છે તે ખૂબ ગંભીર પ્રકારના છે,

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે, ભાજપના ધારાસભ્ય હોવા છતાં પોલીસ અમારી વાત ધ્યાને લેતા ન હોવાનો આક્ષેપ.

માતરના ધારાસભ્ય દ્વારા ખેડા પોલીસની હપ્તાખોરી અંગે રાજ્યના ગૃહમંત્રીને પણ જણાવવામાં આવ્યુ છે. બીજી તરફ સરકાર દ્વારા પોલીસ સામે કોઈ પગલાં ભરવામાં ન આવતા નારાજ થઇ ગયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા રાજીનામુ આપી દેવાની વાત કરવામાં આવી છે.

વિવાદોના પર્યાય બની ચૂકેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના ભૂતકાળના કારનામા પર નજર કરવામાં આવે તો,

1.માલાવાડા ગામમાં થયેલ ઝગડાના આરોપીઓને તત્કાલીન DySp ફાલ્ગુની પટેલ લઇ જઈ રહ્યાં હતા. ત્યારે કેસરીસિંહ સોલંકી દ્વારા રસ્તામાં જ DySp ને રોકીને આરોપીઓ છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી.
2. લવાલના તત્કાલીન સરપંચ સાથે મારામારી.
3. માછીયેલ ગામના સરપંચ સાથે બોલાચાલી.
4. ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર વિરૂધ્ધ માસ્ક મામલે જાહેરમાં બેફામ નિવેદનો.
5. હાલોલ પાસે એક રિસોર્ટમા દારૂ જુગારની મહેફિલ કરતા પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો : Kheda : માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : Mehsana : સો ટકા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાનો નિર્ધાર છે : ઋષિકેશ પટેલ

Next Article