Kheda : નડિયાદ પોલીસ મથકના ASI અર્જુન તળપદાની વેપારી સાથે માથાકૂટ, વિડિયો થયો વાયરલ

|

Jun 08, 2021 | 6:59 PM

કાપડના એક વેપારી સાથે માસ્ક મુદ્દે બબાલ થઈ હતી. ASI અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાને વચ્ચે થયેલી માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Kheda : નડિયાદ પોલીસ (Nadiad Police) મથકના ASI અર્જુન તળપદા (Arjun Talpada) નો વેપારી સાથે ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે જેમાં તે એક કાપડના વેપારી સાથે ઝપાઝપી કરતાં નજરે ચડે છે.

કોરોના મહામારીમાં કોરોનાના નિયમોને લઈને પોલીસ અને નાગરિકોની વચ્ચે થતી માથાકૂટો સામાન્ય થતી જણાય છે. કારણકે કાયદાનું અમલ કરાવતી પોલીસને ઘણા સારા નરસા અનુભવોનો સામનો થતો હોય છે. અહી પણ આવો જ કઈક અનુભવ નડિયાદ પોલીસ મથકના ASI અર્જુન તળપદાને થયો હતો.

કાપડના એક વેપારી સાથે માસ્ક મુદ્દે બબાલ થઈ હતી. ASI અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાને વચ્ચે થયેલી માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

એક બાજુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો નેતાઓ અને મોટી હસ્તીઓ ઉલાળિયા કરતાં હોય છે અને બીજી બાજુ આવા વેપારીઓને અને સામાન્ય નાગરિકોને નિયમને નામે કાયદાના પાઠ ભણાવતા હોય છે. જેને લઈને કોરોના કાળમાં આવા પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો ઘણી વાર સામે આવે છે.

આ પણ વાંચો : Corona Vaccine: છોકરીએ પોતાના લાઈફ પાર્ટનર પાસે મુકી આ ખાસ શરત, મેટ્રીમોનિઅલમાં લખ્યું કે આ રસી લેનારા સાથે જ કરીશ લગ્ન

Next Video