શ્રી સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયના તીર્થધામ વડતાલ(Vadtal)ધામમાં પવિત્ર ગોમતીજીના કિનારે રૂપિયા 200 કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય અક્ષર ભુવનની(Akshar Bhuvan) ગણેશ ચતુર્થીના શુભ દિને સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી શાસ્ત્રી બ્રહ્માસ્વરૂપ સ્વામી વિગેરે સંતોના વરદ હસ્તે પાયાના કાર્યોનો શુભારંભ કરાયો હતો. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ ખાતે રામનવમીના શુભદિને અભિજીત મુહૂર્તમાં રૂપિયા 200 કરોડના ખર્ચે ગોમતી કિનારે નિર્માણ થનાર દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ અક્ષર ભુવનનો શિલાન્યાસવિધિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો હતો. દરમ્યાન રાજસ્થાનની ગુલાબી પથ્થરો આવી જતાં ગણેશ ચતુર્થીના શુભ દિને પાયાના કાર્યનો શુભારંભ કરાયો હતો. મંદિરના પુરોહિત ધીરેનભાઈ ભટ્ટે પૂજન વિધિ કરાવી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી નૌતમ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, મુનીવલ્લભ સ્વામીએ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેનાર યંત્રો હેવી ટ્રકો તથા અન્ય ઉપકરણોનું શ્રીફળ વધેરી પૂજન કર્યું હતું. મ્યુઝિયમ નિર્માણ શુભારંભ કાર્યના મુહૂર્ત પ્રસંગે શાસ્ત્રી હરિ ઓમ પ્રકાશ સ્વામી, વલ્લભ સ્વામી, ઘનશ્યામ સ્વામી, પ્રેમ નંદન સ્વામી, સંસ્કૃત પાઠ શાળાના સંત વિદ્યાર્થીઓ તથા આર્કિટેક ચિંતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ શુભ કાર્ય પ્રસંગે લંડનથી આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવ પ્રકાશ સ્વામી તથા કોઠારી ડૉ.વલ્લભદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
આગામી સમયમાં ગોમતી કિનારે કરોડોના ખર્ચે અલૌકિક અક્ષરભુવન (મ્યુઝીયમ) આકાર પામનાર છે. જેનું કાર્તિકી પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ચેરમેન પૂ.દેવપ્રકાશશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમ પ્રકાશદાસ, પૂ.જ્ઞાનજીવનસ્વામી (કુંડળધામ) પૂ.ધર્મપ્રસાદસ્વામી, પૂ.વિષ્ણુપ્રકાશ સ્વામી (અથાણાવાળા) પૂ.કે.કે.શાસ્ત્રી, ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી પ્રભુનાનંદજી, પાર્ષદ ઘનશ્યામભગત તથા ટ્રસ્ટી સભ્યોના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
Published On - 7:12 pm, Wed, 31 August 22