ખેડા જિલ્લો બન્યુ નકલી વસ્તુઓ બનાવવાનું હબ, 10 મહીનામાં નકલી હળદર, ઇનો, ઘી, સિરપ અને ખાદ્ય તેલ ઝડપાયા

|

Dec 07, 2023 | 12:09 PM

ખેડા જિલ્લાનું નામ પડતા જ આજકાલ નકલીની હારમાળા નજર સામે આવવા લાગે છે. આ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાથી નકલીની ભરમારને લઇને ચર્ચામાં છે. એપ્રિલ માસમાં નકલી હળદરની ફેક્ટરીના પર્દાફાશથી શરૂ થયેલો નકલીનો સિલસિલો આજે પણ યથાવત છે.

ખેડા જિલ્લો બન્યુ નકલી વસ્તુઓ બનાવવાનું હબ, 10 મહીનામાં નકલી હળદર, ઇનો, ઘી, સિરપ અને ખાદ્ય તેલ ઝડપાયા

Follow us on

લીલાછમ ખેતરો અને સમૃદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતો ગુજરાતનો વૈભવી પ્રદેશ ચરોતર એટલે કે ખેડા જિલ્લો માનવામાં આવે છે. જો કે છેલ્લા 10 મહિનામાં ચરોતરમાં નકલીની ભરમાર સર્જાઇ ગઇ છે. ખેડા જિલ્લો આજકાલ નકલી વસ્તુઓનું હબ બની ગયુ છે. એક પછી એક નકલી વસ્તુઓ પકડાઇ રહી છે. સૌથી વધુ નકલી સિરપકાંડમાં 7 લોકોના મોત પછી આ જિલ્લો વધુ ચર્ચામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં નકલી વસ્તુ પકડાવાની હારમાળા

ખેડા જિલ્લાનું નામ પડતા જ આજકાલ નકલીની હારમાળા નજર સામે આવવા લાગે છે. આ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાથી નકલીની ભરમારને લઇને ચર્ચામાં છે. એપ્રિલ માસમાં નકલી હળદરની ફેક્ટરીના પર્દાફાશથી શરૂ થયેલો નકલીનો સિલસિલો આજે પણ યથાવત છે.

નકલી હળદર, નકલી ઘી, નકલી ઇનો ફેક્ટરી, નકલી આયુર્વેદિક સિરપ અને હવે ખાદ્યતેલ પણ નકલી હોવાનું સામે આવ્યુ છે. નકલીના કાળા કારોબારના પર્દાફાશને લઇને ખેડા જિલ્લો 10 મહિનાથી ચર્ચામાં છે. અહીં સવાલ સર્જાય કે ચરોતર પ્રદેશથી ઓળખાતો વિસ્તાર નકલીનું હબ કેવી રીતે બન્યો, કેમ બનાવટીઓની પહેલી પસંદ બન્યો છે ખેડા જિલ્લો ?

સિડની કે મેલબોર્ન, ટીમ ઈન્ડિયા ક્યાં ઉજવશે નવું વર્ષ?
TMKOC 2025 Predictions : પોપટલાલની આ ભવિષ્યવાણીએ હચમચાવી નાખ્યું ગોકુલધામનું ભવિષ્ય, જુઓ Video
મીઠા લીમડાના પાનના પાણીથી વાળ ધોવાના ફાયદા
મેગા સીટી અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલું છે આ સુંદર સ્થળ જુઓ ફોટો
વર્ષ 2024માં 1 કે 2 નહીં, 54 ક્રિકેટરોના થયા મોત
દાંતના પોલાણને ઘટાડવાના ઘરેલુ ઉપચાર

એપ્રિલ માસમાં ઝડપાઇ હતી નકલી હળદરની ફેક્ટરી

તારીખ 10 એપ્રિલ 2023, ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગના દરોડામાં સિલોડ ગામમાંથી નકલી હળદરની ફેક્ટરીનો પર્દાફાશ થયો. અહીં દેવ સ્પાઇસિસ નામની ફેક્ટરીમાં ઓલિયોરેઝિન કેમિકલયુક્ત ચોખાની કણકી, કલર મિક્સ કરીને નકલી હળદર બનાવાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરી સીઝ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં રેલો ઉત્તર ભારતના રાજ્યો સુધી પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલો કોર્ટમાં છે.

સલુણ ગામમાંથી નકલી ઘીની ફેક્ટરી મળી

તો નકલી હળદર બાદ નડિયાદના સલુણ ગામમાંથી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં લાખો રુપિયાનો નકલી ઘીનો જથ્થો મળ્યો હતો, ઘીના સેમ્પલ લેબ તપાસમાં મોકલાતા તમામ સેમ્પલ ફેઇલ થયા હતા,ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી ધરી હતી. હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

નકલી Eno પણ પકડાયો

તો નકલીની ભરમારમાં ENOનું નામ પણ જોડાઇ ગયું. ખેડાની માતર GIDCમાંથી નકલી ENOની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. બનાવટીઓએ અસલી કંપની જેવા જ સ્ટિકર બનાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો ખેલ શરૂ કર્યો હતો. જોકે બાતમીના આધારે આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો અને અમદાવાદ, રાજસ્થાન, UPથી ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોગ્ય વિભાગની ઢિલી નીતિ સામે આવી હતી.

નકલી સિરપની ફેકટરી

જો કે નકલીની ભરમાર વચ્ચે સામે આવેલા સિરપકાંડમાં ચરોતરે સૌથી મોટી કિંમત ચૂકવી. આયુર્વેદિક સિરપના નામે ચાલતા નશાના વેપારમાં 7 લોકોનો ભોગ લેવાયો. તપાસમાં ખુલાસો થયો કે મૃતકોનું ઝેરીલી સિરપ પીવાથી મોત થયું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીઓ ઝડપાયા અને સાથે જ નકલી સિરપ બનવતી ફેક્ટરી ઝડપાઇ. જેમાં ખુલાસો થયો કે આરોપી યોગેશ સિંધી આયુર્વેદિક સિરપની ફેક્ટરી ચલાવતો હતો. અહીં પણ આરોગ્ય વિભાગ ઉંઘતુ ઝડપાયું.

નકલી ખાદ્યતેલ ઝડપાયુ

હજી તો સિરપકાંડ તાજુ જ હતું, ત્યાં નકલીના વેપલામાં સામે આવી ખાદ્યતેલમાં ભેળસેળનું કૌભાંડ સામે આવ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડતા મોડાસા રોડ પરથી ખાદ્યતેલમાં ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીંથી તંત્રને અસલી બ્રાંડના સ્ટિકર સાથે શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

અહીં સવાલ એ સર્જાય કે તંત્રની કાર્યવાહી છતાં અહીં નકલીનો કાળો કારોબાર કેમ ધમધમી રહ્યો છે, કોના આશીર્વાદથી આ બનાવટીઓ બેફામ બન્યા છે ?

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article