DAKOR : ભગવાન રણછોડરાયજી મંદિરમાં આશીર્વાદ મફત મળશે, પણ પ્રસાદ મોંઘો મળશે

|

Jun 30, 2021 | 6:32 PM

DAKOR : ભાઇ હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે. ભગવાનના ધામ પણ લેભાગું લોકો આર્થિક ફાયદો કરવાનો લાભ મેળવી રહ્યા છે.

DAKOR : ભાઇ હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે. ભગવાનના ધામ પણ લેભાગું લોકો આર્થિક ફાયદો કરવાનો લાભ મેળવી રહ્યા છે. આવું જ કંઇક હાલ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજીના મંદિરમાં જોવા મળ્યું છે. અહીં, ભગવાનના આશીર્વાદ તો તમને મફતમાં મળે રહેશે. પણ, અહીં તમને ભગવાનનો પ્રસાદ મેળવવા ખિસ્સા ખાલી કરવા પડશે. કારણ કે અહીં, મંદિરમાં ભગવાનના વિવિધ પ્રસાદોના ભાવમાં વધારો કરાયો છે. એટલે મોંઘવારીના સમયમાં હવે ભગવાનના ધામમાં પણ ભક્તોને આર્થિક ભાર વેઠવવો પડશે.

ડાકોર મંદિરમાં પ્રસાદ થયો મોંઘો, ભગવાનના આશીર્વાદ મફતમાં મળશે

જો તમે ડાકોર મંદિરમાં દર્શન માટે જાવ. તો તમારું ખિસ્સું હળવું કરવાનું વિચારીને જ જજો. કારણ કે મંદિરમાં હવે પ્રસાદના ભાવમાં ધરખમ વધારો થયો છે. મંદિરના પ્રસાદમાં ખાસ કરીને લાડુંના ભાવમાં વધારો ઝીંકાયો છે. જે ભક્તોના ખિસ્સા કરવામાં કાફી છે.

ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં પ્રસાદના ભાવ આ મુજબ રહેશે

એક લાડુંના રૂ 10,

બે લાડુંના રૂ 20,

ત્રણ લાડુંના રૂ 50,

અને,

છ લાડુંના રૂ.100

અહીં નોંધનીય છેકે અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 લેખે જોઈએ તેટલા લાડું અપાતા હતા. પરંતુ, અચાનક મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી હવેથી ગરીબ ભક્તો પ્રસાદ વગર પાછા ફરે તો નવાઇ નહીં.

 

Published On - 3:07 pm, Wed, 30 June 21

Next Video