Gujarat ના ખેડામાં છેલ્લા સાત વર્ષમાં સારસની સંખ્યા બમણી થઈ, સંવર્ધન અભિયાન સફળ રહ્યું

|

Feb 22, 2023 | 5:18 PM

ગુજરાત ગીરમાં સિંહ સંવર્ધનમાં ક્ષેત્રે આગવી પહેલ કર્યા બાદ હવે ખેડા જિલ્લામાં સારસ સંવર્ધનમાં પણ અગ્રેસર રહ્યું છે. જેમાં હાલમાં વન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં ખેડામાં સારસની સંખ્યા બમણી થઈ છે. જેમાં એક સર્વે અનુસાર વર્ષ 2000 ના દાયકામાં ખેડામાં માતર તાલુકામાં સારસની વસ્તી ઘટી રહી હતી.  સ્થાનિક ગ્રામજનો, સંરક્ષણવાદીઓ અને જિલ્લા વન રક્ષકોના સતત પ્રયત્નોથી છેલ્લા સાત વર્ષમાં તેમની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે.

Gujarat ના ખેડામાં છેલ્લા સાત વર્ષમાં સારસની સંખ્યા બમણી થઈ, સંવર્ધન અભિયાન સફળ રહ્યું
Kheda Sarus Crane

Follow us on

ગુજરાત ગીરમાં સિંહ સંવર્ધનમાં ક્ષેત્રે આગવી પહેલ કર્યા બાદ હવે ખેડા જિલ્લામાં સારસ સંવર્ધનમાં પણ અગ્રેસર રહ્યું છે. જેમાં હાલમાં વન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં ખેડામાં સારસની સંખ્યા બમણી થઈ છે. જેમાં એક સર્વે અનુસાર વર્ષ 2000 ના દાયકામાં ખેડામાં માતર તાલુકામાં સારસની વસ્તી ઘટી રહી હતી.  સ્થાનિક ગ્રામજનો, સંરક્ષણવાદીઓ અને જિલ્લા વન રક્ષકોના સતત પ્રયત્નોથી છેલ્લા સાત વર્ષમાં તેમની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે.

સારસની વસ્તી 2015માં લગભગ 500 હતી

વન વિભાગના તાજેતરના ડેટા અનુસાર,  આ વિસ્તારમાં  સારસની વસ્તી 2015માં લગભગ 500 હતી તે 2022માં 98 ટકા વધીને લગભગ 992 થવાની તૈયારીમાં છે. આ પક્ષીઓની સંખ્યા વર્ષ 2000 માં લગભગ 737 હતી તે પછીથી સતત ઘટાડો જોવા મળ્યો હતો.

ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં સ્વદેશી સારસની વસ્તીના લગભગ 74 ટકા ઘર છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) રેડ લિસ્ટ હેઠળ સારુસ “સંવેદનશીલ પક્ષી” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

લુપ્ત થતા સારસને બચાવવા સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો

ભારતમાં જોવા મળતી તે આ પ્રજાતિ છે જે ખેડૂતો સાથે રહે છે જેઓ ભીની જમીન અને કૃષિ ક્ષેત્રની આસપાસ વસવાટ કરે છે. વર્ષ 1997 અને 2000 ની વચ્ચે GEER ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ગુજરાતમાં 1,700 સારસની વસ્તી હતી, જેમાં ખેડામાં સૌથી વધુ 737 સારસ હતા. ત્યારબાદ સારસની વધુ સંખ્યા અમદાવાદમાં હતી. જેમાં વર્ષ 2000 ના દાયકામાં તેમની સંખ્યામાં ઘટાડો થતાં સંરક્ષણવાદીઓને લુપ્ત  થતા  સારસને બચાવવા સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

જ્યારે એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં માતર તાલુકાના ભાલદા ગામના ખેડૂત ગિરીશ પરમાર કહે છે કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ખેડૂતોઆ પક્ષીઓના સંવર્ધનને સમર્થન આપશે . તેવો આજે રૂરલ સ્ટોર્ક પ્રોટેક્શન ગ્રૂપ (RSPG)ના 88 સ્વયં સેવકોમાના એક છે જેમની પર તેમને ગર્વ છે.

ચોમાસામાં ડાંગર ઉગાડે છે-જે સિઝનમાં સારસ માળો બાંધે છે

તેમણે વધુમાં જણાવ્યું કે,જેમની પાસે ખેતર છે અને ચોમાસામાં ડાંગર ઉગાડે છે-જે સિઝનમાં સારસ માળો બાંધે છે એ જણાવ્યું હતું જે જાગૃતિ લાવવાનું મુશ્કેલ કાર્ય હતું. શરૂઆતમાં આ બધા પક્ષીઓને ખેતરમાં ઉપદ્રવ તરીકે જોતા હતા. તેઓ ડાંગરના ખેતરોમાં ઘૂસી જતા અને જમીન પર માળો બનાવવા માટે ડાંગરને ખેંચીને પાકને નુકસાન પહોંચાડતા. સ્વાભાવિક રીતે, ખેડૂતો તેમને ભગાડી દે છે અને તેમના માળાઓ દૂર કરશે.

તેમજ બાળકો અજાણતાં ઈંડા સાથે પણ રમતા હતા. જેમ જેમ સંરક્ષણવાદીઓ અને વન વિભાગે ગ્રામજનોને શિક્ષિત કરવાનું શરૂ કર્યું. તેમ ધીમે ધીમે તેમણે અમારી વાત સ્વીકારવાની શરૂઆત કરી. પરંતુ ઘણા લોકો પક્ષીઓને ખેતરોમાં માળો બાંધવાની મંજૂરી આપવા માટે સંમત થવામાં લાંબો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત 1,42,186 આવાસોને અપાઈ મંજૂરી

Published On - 5:18 pm, Wed, 22 February 23

Next Article