Breaking News: ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય પરત લેવાય તેવી શક્યતા, પૂનમના બીજા દિવસે ટેમ્પલ કમિટી કરી શકે છે જાહેરાત-સૂત્ર

|

Aug 28, 2023 | 11:16 PM

Kheda: ડાકોરમાં ટેમ્પલ કમિટી VIP દર્શન બીબતે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ડાકોરના ઠાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય ટેમ્પલ કમિટી પરત ખેંચી શકે છે. પૂનમના બીજા દિવસે આ નિર્ણય પરત લેવાની ટેમ્પલ કમિટી જાહેરાત કરી શકે છે. આજે નડિયાદમાં આ અંગે બેઠક મળી હતી.

Breaking News: ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય પરત લેવાય તેવી શક્યતા, પૂનમના બીજા દિવસે ટેમ્પલ કમિટી કરી શકે છે જાહેરાત-સૂત્ર

Follow us on

Kheda: ડાકોરમાં ટેમ્પલ કમિટી VIP દર્શન બીબતે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ડાકોરના ઠાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય ટેમ્પલ કમિટી પરત ખેંચી શકે છે. પૂનમના બીજા દિવસે આ નિર્ણય પરત લેવાની ટેમ્પલ કમિટી જાહેરાત કરી શકે છે. આજે નડિયાદમાં આ અંગે બેઠક મળી હતી.
ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય જાહેરાતના બીજા જ દિવસથી વિવાદનુ કારણ બન્યો હતો.

હિંદુ સંગઠનોએ આ નિર્ણય સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો અને ભક્તોમાં ભેદ ન કરવા માગ કરી હતી અને નિર્ણય પરત ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ કરણી સેના પણ મેદાનમાં આવી અને રૂપિયા લઈને VIP દર્શન બંધ કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા VIP દર્શન બંધ કરવા સહિત અધિકારીને વિવિધ સાત માગની રજૂઆત કરાઈ હતી.

આ વિરોધ સમિતિની સાત માગ પર નજર કરીએ તો રૂપિયા લઈને ડાકોરમાં VIP દર્શન બંધ થવા જોઈએ. સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જોઈએ, બોડાણાજીનું પુરાતન મંદિરનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે. સાથે ડાકોર મંદિરમાં સારુ અન્નક્ષેત્રનું નિર્માણ થાય. ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે. ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માગ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો: Weather Updates: ગુજરાતમાં હજુ સારા વરસાદનો નથી કોઈ વરતારો, હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ

આપને જણાવી દઈએ કે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તોે જો ડાકોરના ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો 500 રૂપિયા ચાર્જ વસુલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેમા પુરુષો માટે 500 રૂપિયા અને સ્ત્રીઓ માટે 250 રૂપિયા ચાર્જ રખાયો હતો. જ્યારે 1થી 12 વર્ષ સુધીના બાળકો માટે કોઈ ચાર્જ રખાયો ન હતો.ૉબાકીના ભક્તો માત્ર દૂરથી ઠાકોરજીના દર્શન કરી શકશે. આ નિર્ણયનો ગુજરાતભરમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો.  આ તરફ ડાકોર મંદિરના મેનેજરે એવુ કહીને બચાવ કર્યો કે વીઆઇપી દર્શનનો કોઇ ચાર્જ નથી. પણ ભેટ છે. અને આ ભેટની રકમનો ઉપયોગ ભક્તોની સુવિધા માટે જ કરવામાં આવશે.

Input Credit- Dharmendra Kapasi- Kheda

 ખેડા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 10:38 pm, Mon, 28 August 23

Next Article