ખેડા જિલ્લાની તાલુકા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારનો વિજય

|

Oct 05, 2021 | 10:37 AM

આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં જીત બાદ  બાદ હવે ખેડા જિલ્લાની માતર તાલુકા પંચાયતમાં પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે.

ખેડા જિલ્લાની તાલુકા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારનો વિજય
AAP candidate registers victory on Bhalada seat of Matar Taluka Panchayat

Follow us on

ગુજરાતમાં(Gujarat) સ્થાનિક સ્વરાજની(Local Bodies) સામાન્ય અને પેટાચૂંટણીનું પરિણામ(Result) આજે જાહેર થઇ રહ્યા છે. જેમાં ખેડા(Kheda)જિલ્લાની માતર તાલુકા પંચાયતની ભલાડા સીટની ખાલી પડેલ બેઠક પર આમ આદમી પાર્ટીના ધીરુભાઇ ગોતાભાઈ પરમારનો વિજય થયો છે. જેના પગલે આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં જીત બાદ  બાદ હવે ખેડા જિલ્લાની માતર તાલુકા પંચાયતમાં પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે.

આ ઉપરાંત આજે અમદાવાદ, જૂનાગઢ મનપાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જયારે ત્રણ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણીની મતગણતરી થશે તેમજ 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણીનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 3 ઓકટોબરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

જ્યારે રાજ્યની 3 નગરપાલિકા થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. જ્યારે 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાઇ હતી.

Next Video