Kheda: નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

|

Mar 08, 2022 | 5:48 PM

ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી ઉંચાઇઓ મળી રહી છે. મહિલાઓના ગર્ભથી લઇને દિકરીના જન્મ, અભ્યાસ, લગ્ન જેવી અનેક તબકકે સરકાર તેઓની પડખે ઉભી રહે છે. દિકરીઓને મફત એસ.ટી.પાસ થી લઇ અનેક લાભો તેમજ ઉચ્ચ શિક્ષણ માટે અનેક પ્રકારની આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

Kheda: નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો
Gujarat Nadiad Women Day Celebration

Follow us on

સમગ્ર વિશ્વની સાથે સાથે ખેડા(Kheda)જિલ્લાના નડિયાદ મુકામે ઇપ્કોવાલા હોલમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો(Internationa Women Day)જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માતુશક્તિ દરેક જીવમાં જીવનનો સંચય કરે છે. ધરતી પરના દરેક પ્રાણી અને માનવીને માતા પોતાની કુંખમાં ઉછેરે છે અને તેને જીવન આપે છે. તે તેના બાળકને પાળે-પોષે છે અને આ જીવમાં જીવનનો સંચય કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ થીમથી આ દિવસ ઉજવવામાં આવે છે. મહિલા દિનની ઉજવણી પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.

ભારતની સંસ્કૃતિમાં પહેલેથી જ માતા, બહેન અને દિકરીને માન-સન્માન

મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે. નારીનું જયાં ગૌરવ જળવાય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરાયો છે. તેઓએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિમાં પહેલેથી જ માતા, બહેન અને દિકરીને માન-સન્માનથી જોવામાં આવે છે. છેલ્લા સૈકાઓનો અભ્યાસ કરીએ અને આજના સમયમાં જોઇએ તો ભારતની અનેક નામી અનામી મહિલાઓએ અનેક પરાક્રમો કરી નામના મેળવી છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે. દરેક ક્ષેત્રમાં તેઓ નામના મેળવી રહ છે. કુટુંબના ભરણ પોષણની સાથે સાથે કટુંબના આર્થિક અને સામાજીક ઉત્થાનમાં મદદ કરી રહે છે.

મહિલાઓ માટે 50 ટકા અનામત લાવીને મહિલાઓના વિકાસને વેગ આપ્યો

જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓમાં નાનપણથી જ અનેક શક્તિઓ રહેલી છે. સમાજમાં મહિલાઓનું યોગદાન વિશિષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં મહિલાઓ માટે 50 ટકા અનામત લાવીને મહિલાઓના વિકાસને વેગ આપ્યો છે. મહિલાઓ નાનપણ થી દરેક ક્ષેત્રમા કામ કરવાની ઘગશ રાખે છે ફકત તેઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો તેઓ જે તે ક્ષેત્રમાં નામના મેળવે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો છે. સમતોલ વિકાસ સાધવા માટે મહિલા ઉત્થાનનો મહિમા કરવો અનિવાર્ય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત રાજયમાં મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી, પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે દિશામાં નકકર કામગીરી થઇ રહી છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે સ્વર્નિભર અને સશક્ત થાય તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.

રાજય સરકાર મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે કટીબધ્ધ

ગુજરાત રાજ્યમાં પણ સરકાર વ્હાલી દિકરી યોજના, પોષણ અભિયાન, કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલાઓ પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયની મહિલાઓના વિકાસ અને સશક્તિકરણ માટે એક સામાજિક ઝુંબેશની જે મશાલ પેટાવી હતી,

ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી ઉંચાઇઓ મળી રહી છે. મહિલાઓના ગર્ભથી લઇને દિકરીના જન્મ, અભ્યાસ, લગ્ન જેવી અનેક તબકકે સરકાર તેઓની પડખે ઉભી રહે છે. દિકરીઓને મફત એસ.ટી.પાસ થી લઇ અનેક લાભો તેમજ ઉચ્ચ શિક્ષણ માટે અનેક પ્રકારની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. કેન્દ્ર અને  રાજય સરકાર મહિલાઓના  સર્વાંગી ઉત્કર્ષ માટે કટીબધ્ધ છે. ગુજરાત સરકારે રાજયની માતા, બહેનો, બેટીઓને સામર્થ્યવાન બનાવવા આર્થિક સશક્તિકરણ માટે જેન્ડર બજેટ દ્વારા મહિલાલક્ષી યોજનાઓને વિશેષ મહત્વ આપ્યું છે.

આ પણ વાંચો :  Jamnagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નારીશક્તિને સન્માનિત કરાઈ

આ પણ વાંચો : Kheda: વિશ્વ મહિલા દિવસની ઉજવણી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ શોષણ પ્રતિકાર દિવસ તરીકે કરી

 

 

Published On - 5:46 pm, Tue, 8 March 22

Next Article