Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે

|

May 11, 2022 | 5:15 PM

નડિયાદમાં (Nadiad) શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે.

Kheda: નડિયાદમાં એક સેવાભાવી સંસ્થાની અનોખી પહેલ, આકરી ગરમીમાં શ્રમિકોના પગ ન દાઝે તે માટે 7 હજાર ચંપલનું વિતરણ કરશે
Old chappals (Symbolic Image)

Follow us on

ખેડા (Kheda) જિલ્લો જાણે સેવાભાવી લોકોથી ભરેલો છે તેવુ જોવા મળી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરુરિયાતમંદોને 15 હજારથી વધુ ચંપલનું વિતરણ કર્યા બાદ નડિયાદ (Nadiad) જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા પણ હવે જરુરિયાતમંદોની મદદે આવી છે. નડિયાદમાં શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ (Chappal) પણ નથી. ત્યારે જેસીઆઇ આવા લોકોની મદદ કરી રહી છે. આ સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ઉનાળો આકરો બનતો જઇ રહ્યો છે. આકરા તાપમાં ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ હોય છે. જો કે બે ટંકનું ખાવા મેળવવા માટે કેટલાક લોકોને આકરા તાપમાં પણ બહાર નીકળવુ પડતુ હોય છે. આવા કેટલાક શ્રમજીવીઓ પાસે તો પગમાં દઝાય નહીં તે માટે ચપ્પલના પણ ઠેકાણા હોતા નથી. જો કે નડિયાદની એક સંસ્થા દ્વારા આવા શ્રમજીવીઓની મદદ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ પણ નથી. ત્યારે આવા લોકોની મદદ કરવા માટે નડિયાદ જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થાએ પહેલ શરુ કરી છે. સંસ્થા દ્વારા નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા દ્વારા 45 કોથળા એટલે કે સાત હજાર જેટલા ચંપલની જોડ ભેગી કરવામાં આવી છે. લગભગ 7000 જોડ ચંપલ ભેગા થયા છે, જેમાંથી ઘણા તૂટેલા હોય તેમની સીવડાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ શ્રમજીવીઓને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ પૂરું થતાં જ શ્રમિકોને આ ચંપલનું વિતરણ કરવામાં આવશે જેથી તેમને સખત તાપમાં બહાર નીકળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. નગરજનોએ પણ આ કામગીરી બીરદાવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

થોડા દિવસ પહેલા પણ ખેડા જિલ્લાના જ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને 15 હજારથી વધુ ચંપલ (slippers) વિતરણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. ચરોતરના 400થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણની ચપ્પલ પહેરાવાની સેવા કરી હતી. શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળા (Summer) ની ધગધગતી ગરમી હોય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિના સર્વ જીવ હિતાવહના સંદેશાને મૂર્તિમંત કરવા દરિદ્રનારાયણની સેવા કરી શ્રીહરિનો રાજીપો પ્રાપ્ત કરે છે.

Next Article