KHEDA : નડિયાદમાં ટ્રકની પાછળ બાઈક ઘૂસ્યું, બાઈકચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ

|

Jul 30, 2021 | 8:48 AM

મૃતક 30 વર્ષીય યુવાન નડિયાદનો વતની અને તેનું નામ જોસેફ ક્રિશ્ચિયન હોવાનું જાણવા મળેલ છે.

KHEDA : નડિયાદમાં અકસ્માતની એક ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયાના સમાચાર છે. નડિયાદમાં ગુતાલ ઓવરબ્રીજ પાસે હાઇવે પર રોડની સાઇડમાં ઉભી રહેલ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક 30 વર્ષીય યુવાન નડિયાદનો વતની અને તેનું નામ જોસેફ ક્રિશ્ચિયન હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : રૂ.20ની પાણીની બોટલના રૂ.110 થી રૂ.160 વસુલતી 11 હોટલો સામે કાર્યવાહી 

આ પણ વાંચો : AHMEDABAD : 50 જેટલા ટ્રાફિક સિગ્નલ વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે ઢંકાયા, વાહનચાલકોને મુશ્કેલી 

Published On - 8:23 am, Fri, 30 July 21

Next Video