ચિંતાજનક: આ જિલ્લામાં 14 વર્ષના કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું

|

Sep 26, 2021 | 9:08 PM

ખેડા જિલ્લાના એક ગામના માત્ર 14 વર્ષના કિશોરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા પરિવાર અને વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ખેડામાં કોરોનાને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લામાં 14 વર્ષના કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. કંજરી ગામના 14 વર્ષીય કિશોરને કોરોના થયો હોવાના અહેવાલ છે. શરદી અને તાવના લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાયો હતો. બાદમાં કિશોરને હાલ આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. નાની ઉંમરના કિશોરને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તેમજ કિશોરના સંપર્કમાં આવેલા 10 વ્યક્તિઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. ખેડામાં 16 દિવસ બાદ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. જે ચિંતાજનક છે.

વાત કરીએ રાજ્યની તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ 20 આજુ બાજુ જોવા મળે છે. આજે 26 સપ્ટેમ્બરે ફરી 21 કેસો નોંધાયા છે, જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે આજે નવા 21 કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં 19 કોરોનાના દર્દીઓ સાજા થયા છે અને ગઈકાલના એક્ટીવ કેસોમાં ખાસ વધારો થયો નથી. અત્યારે રાજ્યમાં 151 એક્ટીવ કેસ છે. સાથે ખુશીના સમાચાર એ પણ છે કે આજના દિવસે કોરોનાના કારણે મૃત્યુ થયાનો આંક 0 છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો યથાવત રહ્યો છે.

 

આ પણ વાંચો: જામનગરમાં ગોઝારી ઘટના: નદીમાં નહાવા પડેલા 3 બાળકો તણાયા, 2 નો આબાદ બચાવ

આ પણ વાંચો: વધુ એક વાવાઝોડું : બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે

Published On - 8:42 pm, Sun, 26 September 21

Next Video