આજે પણ રાજ્યમાં કોલ્ડ વેવની અસર અનુભવાશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે સાંજે પણ કેટલાક જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી માંડીને 7 ડિગ્રી સુધી નીચું જશે. સૌરાષ્ટ્રના પોરબંદર અને રાજકોટ તેમજ કચ્છમાં લોકોને આકરી ઠંડીનો અહેસાસ થશે, તો બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં હાડ થીજવતી ઠંડી પડશે. જ્યારે કચ્છના નલિયા અને બનાસકાંઠાના લાખણીમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે દિવસ લોકોએ આકરી ઠંડીનો ચમકારો સહન કરવો પડશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 09 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 08 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. મોરબીમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી તાપમાન અનુભવાશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી રહેશે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 જેટલું નીચું જતું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે તો વડોદરા મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે