Kutch : લો બોલો ! આરોપીએ ચોરીની એવી કબૂલાત કરી કે જેની પોલીસના ચોપડે જ નોંધ નથી

|

Jun 09, 2022 | 9:36 AM

પોલીસ (Kutch Police) પુછપરછમા આરોપીએ એન્ટીક વસ્તુઓ સહિત ભુજમા બે બંધ ઘરમા 4 મહિના પહેલા ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

Kutch : લો બોલો ! આરોપીએ ચોરીની એવી કબૂલાત કરી કે જેની પોલીસના ચોપડે જ નોંધ નથી
The thief confessed to the theft which is not recorded in police record

Follow us on

કચ્છના (Kutch) અલગ-અલગ વિસ્તારોમાં ચોરીની ધટનાથી પોલીસને(Kutch Police)  ચોર ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે તેની વચ્ચે 4 મહિના પહેલા ભુજ શહેરમા થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે,પરંતુ નવાઈની વાત તો એ છે કે આ ચોરી અંગે પોલીસ ફરિયાદ પણ નહોતી.  ભુજ LCB એ શંકાના આધારે એક શખ્સની ભુજ નજીકથી અટકાયત કરી હતી જેની પુછપરછમા તેણે એન્ટીક વસ્તુઓ સહિત ભુજમા બે બંધ ઘરમા 4 મહિના પહેલા ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

શંકાસ્પદ વસ્તુ મળ્યા બાદ ચોરીની કબુલાત

પશ્ચિમ કચ્છ-ભુજ LCB ના કર્મચારીઓની એક ટીમ ભુજ (Bhuj City) શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી.તે દરમિયાન ભુજ-મુન્દ્રા હાઈવે(Bhuj Mundra highway)  રોડ, નવનીત કોમ્પલેક્ષની સામે રોડ પર સફેદ કલરની એકટીવામાં  શંકાસ્પદ ચીજ વસ્તુઓ સાથે ઝડપાયેલા સુમીત રાજેસગર અને કાશીગર ગુસાઈની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તેણે આજથી આશરે ચારેક મહિના પહેલા ભુજમાં કૈલાશનગરમાં બંધ મકાન માંથી ચીજ વસ્તુઓ ચોરી કરેલ તથા ભુજમાં શીવકૃપા નગરમાં એક બંધ મકાન માંથી ચોરી કરેલ જેમાં લેપટોપ તથા પ્રિન્ટર પોતાના ઘરે છે હકીકત જણાવી હતી.

ચોરીમાં આ એન્ટીક વસ્તુઓનો હાથ પણ માર્યો

એન્ટીક વસ્તુઓમાં લાકડાની ફ્રેમવાળી કલોક , ણેશ ભગવાની પથ્થરની મુર્તિ,પીતળની ફુલ ડીઝાઈન વાળી નાની ફુલદાની, નાના મોટા તાંબા પીતળના પુજા કરવાના લોટા,જર્મન સિલ્વરની નાની જૂની વાટકી, કંકુ રાખવાની ડબી, પીતળનો ઝારો ઉપરાંત જુના જમાનાના બંધ થઈ ગયેલ પૈસા જેમાં એલ્યુમીનીયમની ધાતુના પઈ સહિત અનેક એન્ટીક વસ્તુઓ પોલીસને મળી આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

LCB ની પ્રાથમિક તપાસમા હજુ અન્ય કોઇની સંડોવણી ખુલી નથી પરંતુ શંકાના આધારે પકડાયેલ શખ્સ એ ભુજમા બે ઘરોમા તસ્કરીની કબુલાત કરી છે જે બાબતે પોલીસ મથકે ફરીયાદ પણ નોંધાઇ નથી. જો કે શંકાસ્પદ વસ્તુ સંદર્ભે CRPC 102 મુજબ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 8:04 am, Thu, 9 June 22

Next Article