Tender Today : અંજારને નવી ઓળખ આપવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કરવાનું રહેશે કામ

કચ્છ (Kutch) જિલ્લાના અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરની નવી ઓળખ અપાવવા માટેના એક કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : અંજારને નવી ઓળખ આપવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કરવાનું રહેશે કામ
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:03 AM

કચ્છ જિલ્લાના અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરની નવી ઓળખ અપાવવા માટેના એક કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અંજાર નગરપાલિકા દ્વારા ઝેમ પોર્ટલ પર ટેન્ડર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : વડોદરાના પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટ દ્વારા 11 કામ માટે ટેન્ડર જાહેર, લાખો રુપિયામાં ટેન્ડર જાહેર

અંજાર શહેરની ઓળખસમા પીર જેસલ જાડેજાની 12 ફૂટની ઘોડા સાથેની બ્રોન્ઝ મટેરિયલની પૂર્ણ કદની 5 ફૂટના સ્ટેજ સાથેની પ્રતિમા બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેની અંદાજીત કિંમત 38,45,223 રુપિયા છે. આ ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે. આ કામના ટેન્ડર https://gem.gov.in પરથી ડાઉનલોડ કરી ભરી શકાશે. વધુ વિગતો www.gem.gov.in વેબસાઇટ પરથી મળી શકશે.