કચ્છમાં 108ની સેવા દુર્ગમ વિસ્તાર માટે આશિર્વાદરૂપ, લાંબો વિસ્તાર છતાં ઇમરજન્સી રીસ્પોન્સ સમય માત્ર 24 મિનિટ !

|

Dec 16, 2021 | 5:21 PM

સામાન્યત 28 મીનીટની અંદર સરેરાશ 108 એ રીસપોન્સ કરવાનું હોય છે. પરંતુ કચ્છમાં દુર-દુર સુધી વિસ્તાર ફેલાયેલો હોવા છતાં સરેરાશ 24 મીનીટની અંદર 108 ઇમરજન્સી સેવામા રીસપોન્સ આપી રહી છે.

કચ્છમાં 108ની સેવા દુર્ગમ વિસ્તાર માટે આશિર્વાદરૂપ, લાંબો વિસ્તાર છતાં ઇમરજન્સી રીસ્પોન્સ સમય માત્ર 24 મિનિટ !
કચ્છમાં 108ની ઉત્કૃષ્ટ સેવા

Follow us on

વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા એવા કચ્છ જીલ્લામાં 108 ની સુવિદ્યા ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. આમ તો ભુતકાળમાં અનેક કિસ્સાઓમાં 108 ની ટીમે કરેલી મદદથી ઇમરજન્સી સેવા મળતા માનવી જીંદગી બચી છે. જોકે વર્ષ 2021માં કોરોના મહામારી અને અન્ય કિસ્સામાં 108 ની મદદ ખુબ ઝડપી હોસ્પિટલમાં પહોંચાડવામાં મહત્વની ભુમીકા ભજવી છે.

સામાન્યત 28 મીનીટની અંદર સરેરાશ 108 એ રીસપોન્સ કરવાનું હોય છે. પરંતુ કચ્છમાં દુર-દુર સુધી વિસ્તાર ફેલાયેલો હોવા છતાં સરેરાશ 24 મીનીટની અંદર 108 ઇમરજન્સી સેવામા રીસપોન્સ આપી રહી છે. હા કેટલાક કિસ્સામાં 35 મીનીટથી વધુ સમય લાગે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં અનુભવી અને ભૌગોલીક જાણકાર સ્ટાફની મદદથી 108 24 મીનીટમાં તાત્કાલીક સેવા આપવા કટ્ટીબંધ રહી હોવાનુ જીલ્લાના 108 પોગ્રામ મેનેજર બળદેવ રબારીએ જણાવ્યું હતું.

સૌથી વધુ પ્રસુતા અને અકસ્માતમાં મદદ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો આંકડાકીય માહિતી જોઇએ તો કચ્છમાં વર્ષ 2021 માં અત્યાર સુધી કુલ 36134 લોકોએ સેવાનો લાભ લીધો છે. જેમાં સૌથી વધુ ખાવડા,ભુજ,રાપર,અબડાસા અને ગાંધીધામ વિસ્તારના લોકોએ લાભ લીધો છે. જેમાં પ્રસુતાના કિસ્સામાં 14971 કિસ્સામાં 108 ની ટીમ દ્વારા રીસપોન્સ કરી મદદ કરાઇ હતી. ત્યાર બાદ અકસ્માતના કિસ્સામાં 5789 માનવ જીંદગીને 108 ની મદદ મળી છે. તો કોરોના મહામારી દરમ્યાન 3335 લોકોને હોસ્પિટલમાં સારવાર પહોંચાડવામાં 108 એ ભુમીકા ભજવી છે. ખાસ કરીને કચ્છના દુર્ગમ વિસ્તાર કે જ્યાં ઇમરજન્સી સેવાઓના અભાવ છે. તેવા સંજોગોમાં 108 એ વિશેષ સારવાર માટે તાલુકા મથકે ઝડપી પહોંચાડવામાં ખુબ સારી ભુમીકા ભજવી છે. કચ્છના દુર્ગમ વિસ્તારમાંથી શહેરમા પ્રસુતી માટે લાવતા સમયે ધણા કિસ્સામાં 108માં જ ડીલેવરી કરવાના કિસ્સા પણ વધુ છે.

કચ્છમાં 40 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. જેતે વિસ્તારના અનુભવી સ્ટાફ તથા જી.પી.એસ ટ્રેકીગ સેવાની મદદથી કચ્છનો વિસ્તાર લાંબો હોવા છતાં ઇમરજન્સી સેવા આપવામાં 108 સફળ રહ્યું છે. આમ તો સમગ્ર દેશમાં આ સેવા આરોગ્ય સુખાકારી માટે ખુબ મહત્વની છે. પરંતુ વિસ્તારની દ્રષ્ટીએ સૌથી લાંબા એવા કચ્છ જીલ્લામાં આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

આ પણ વાંચો : Bharuch : કાંકરિયા ધર્માતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી, અત્યારસુધી કુલ 10ની ધરપકડ

આ પણ વાંચો : Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!

Next Article