ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવ અંતર્ગત વધુ ત્રણ આલ્બમનું વિમોચન કરાયું હતુ. સાથે યજમાન અને દાતાઓનું સન્માન કરવામા આવ્યુ હતુ. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવનો પાંચમો દિવસે ખરેખર અદ્ભુત રહ્યો હતો. સવારના ભાગમાં મહંત સ્વામી ધર્મનંદનદાસજી સહિતના વડીલ સંતોના હસ્તે ત્રણ કીર્તનોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતુ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બે દશ નહીં પણ હજારોની સંખ્યામાં કીર્તનો છે. ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણે નંદ સંતોએ કીર્તન બનાવી આપ્યા છે.
સંગીતથી લોકોને કર્ણપ્રિય બને એવા અદભુત દિવ્ય પ્રયાસો દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં થયા છે. સવારે ભારત સરકારના કેબિનેટ મંત્રી દેવુંસિંહ ચૌહાણ પધાર્યા હતા અને એના પણ વક્તવ્યમાં એક જ વાત હતી કે, કચ્છ નરનારાયણ દેવને કારણે ઓળખાય છે. નરનારાયણ દેવને જ્યારથી ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી આપ્યા છે ત્યારથી જ કચ્છમાં ઉન્નતિ અને વિકાસ થયો છે. બપોર પછીનું સત્ર અલોકિક અને દિવ્ય રહ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવત આવ્યા ત્યારે આખી સભામાં એક અનેરો આનંદ પ્રસરી ગયો હતો.
આ તકે મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. ભગવતજીએ પોતાના ઉદ્દબોધનમાં નરનારાયણદેવને યાદ કરીને એમને પણ એમ જ કહ્યું કે, નરનારાયણ દેવના કારણે કચ્છ ઓળખાય છે. નરનારાયણ દેવ માત્ર કચ્છના રાજાધિરાજ નહીં પણ સમગ્ર ભારતખંડના રાજાધિરાજ છે. નર છે ત્યાં નારાયણ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ સંપત્તિ છે. નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે અને કચ્છ ભારત દેશનો અભિન્ન અંગ છે.
કચ્છ આજે એક વિવિધતા પૂર્વક અને સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છની ઓળખાણ હવે નર નારાયણદેવથી ઓળખાશે. આવું મોહન ભાગવતે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું. સાથે ભારતે સમગ્ર વિશ્વને આદીકાળથી ઘણુ આપ્યુ છે અને હજુ આપતુ રહેશે પ્રેરક ઉદ્દબોધન બાદ તેજેન્દ્રપ્રસાદ એ પણ ભાગવતજીના સન્માન અને સ્વાગતમાં કહ્યું કે અમે તમને ચાહિયે છીએ, કારણ કે આપ ભગવાનને ચાહો છો, આપ ભગવાનને સાથે રાખી દેશની સેવા કરી રહ્યા છો, તે જોઈને આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ અને કચ્છમાં એક સાથે ITનું મેગા ઓપરેશન, 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી
છઠ્ઠો દિવસ કળશ યાત્રાનો દિવસ છે. સાથો સાથ ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ પધારશે. તેવું શાસ્ત્રી સ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. મોહન ભાગવતને સાંભળવા માટે મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ધાર્મિક કાર્યક્રમમા હાજરી સાથે મોહન ભાગવતે અનેક સ્થળો પર કાર્યક્રમમા હાજરી આપી હતી અને સ્વયસેવકોને મળ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…