કચ્છની સરહદ ડેરીએ પીએમ મોદીના જન્મદિને આપી પશુપાલકોને આ ભેટ
કચ્છની સરહદ ડેરીએ પીએમ મોદીના જન્મદિને પશુપાલકોને દૂધના બદલામાં અપાતા ભાવમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi) જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ કચ્છના (Kutch)પશુપાલકોને અનોખી ભેટ મળી છે. કચ્છની સરહદ ડેરીએ(Sarhad Dairy) પશુપાલકોને દૂધના બદલામાં અપાતા ભાવમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવાની જાહેરાત કરી છે. તેથી પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ 690 રૂપિયા મળશે. આ રીતે કચ્છના પશુપાલકોને મહિને 1 કરોડ રૂપિયાનો ફાયદો થશે. સરહદ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સરહદ ડેરીએ 20 દિવસમાં ફેટના ભાવમાં કુલ 30 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાનના 17 સપ્ટેમ્બરનો દિવસ અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યો છે. આજે 17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેગા રસીકરણ કેમ્પ કરવામાં આવ્યાં હતા. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ સુરત શહેરમાં બે લાખથી વધુ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
આ પણ વાંચો : Dwarka : જામખંભાળીયા માં ભારે વરસાદથી નદીનાળા છલકાયા
આ પણ વાંચો : વૃક્ષારોપણ, ખેડૂત-મહિલા સમ્માન, અંગદાન રજિસ્ટ્રેશન: PM Modi ના જન્મદિવસ પર બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમો