Kutch: ભૂકંપમાં ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે સોંપાયા સનદ-પ્રોપર્ટી કાર્ડ

|

Apr 29, 2023 | 11:46 PM

મુખ્યમંત્રીએ ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવેલા સ્મૃતિવન મ્યૂઝિયમનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ખૂબ જ સારી રીતે આ મ્યુઝીયમને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભૂકંપના દિવંગતોના સ્વજનો અને લોકો આવીને એ વખતની કચ્છની ભૂકંપની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકે છે.

Kutch: ભૂકંપમાં ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે સોંપાયા સનદ-પ્રોપર્ટી કાર્ડ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો. ભૂકંપમાં ઘર વિહોણા થઈ ગયેલા 14,000 જેટલા પરિવારોને આજે વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત નવા બનાવેલા મકાનોના સનદ-પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૂકંપ પછી અત્યંત વિકટ પરિસ્થિતિ હોવા છતાં તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસ તેમજ કચ્છી માડુઓના ખમીરના કારણે આજે કચ્છના વિકાસે હરણફાળ ભરી છે. ગુજરાત સરકારે પણ પાણી સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કચ્છ જિલ્લાને મહત્તમ નાણાં ફાળવ્યા છે.

આ પણ વાંચો:  Ahmedabad: વૃદ્ધાશ્રમમાં બંધાયા લગ્નના તોરણો, 205 માતા-પિતા કરશે સલોનીનું કન્યાદાન, જુઓ લાગણીસભર Video

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મુખ્યમંત્રીએ ભુજમાં વહીવટી તંત્ર અને ચુૂટાયેલા પ્રતિનીધીઓ સાથે બેઠક કરી હતી જેમાં કચ્છના વિવિધ પ્રશ્ર્નો સંદર્ભે ચર્યા સાથે મનકી બાત કાર્યક્રમની તૈયારીને લઇને માહિતી મેળવી હતી. તેમજ મુન્દ્રા રોડ સ્થિત મણીનગર મંદિર સંચાલીત મહિલા કોલેજ હોલમાં કાર્યક્રરો સાથે બેઠકોને દોર ચલાવ્યો હતો.

સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવના દર્શનનો લાભ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો હતો.  સ્થાપનના 200 વર્ષની ઉજવણી થઈ હતી ત મહોત્સવ દરમ્યાન તેમાં આવી ન શકતા આજે કચ્છ મુલાકાત દરમ્યાન તેઓ ભુજ સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે ગયા હતા અને મંદિરમા ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની વિસ્તૃત માહિતી સંતોએ આપી હતી અને મંદિર દ્વારા થઇ રહેલા પ્રાકૃતિક ખેતી, સેવાકીય તેમજ ધાર્મિક પ્રકલ્પો અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા કચ્છના પ્રભારી,સાંસદ તથા ધારાસભ્યો મુલાકાત સમયે સાથે રહ્યા હતા તો સંતોએ મુખ્યમંત્રીનુ સ્વાગત કર્યુ હતુ.

ભૂકંપ પ્રભાવિત લોકોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ અપાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  પ્રતિકરૂપે 20  લાભાર્થીઓને સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે જેથી સૌ માટે આનંદની ક્ષણ છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો.

તાજેતરમાં યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ સ્વાગત કાર્યક્રમ વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો હતો. પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપતો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી લાંબા સમયના પડતર પ્રશ્નોનો નિકાલ થયો છે. નાનામાં નાના માણસનો વિચાર કરીને આગળ વધવું તે જ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ છે.

આ કાર્યપદ્ધતિ પર ગુજરાત સરકારની ટીમ કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવેલા સ્મૃતિવન મ્યૂઝિયમનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ખૂબ જ સારી રીતે આ મ્યુઝીયમને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભૂકંપના દિવંગતોના સ્વજનો અને લોકો આવીને એ વખતની કચ્છની ભૂકંપની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકે છે.

ભૂકંપ પછી કચ્છના લોકો અને કચ્છ જે રીતે બેઠું થયું એ સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાખમાંથી પણ બેઠી થાય એવી ખમીરવંતી પ્રજા કચ્છની પ્રજા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article