KUTCH : ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસે 32 પાર્કિંગ પ્લોટ, છતાં ભુજમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી નાગરીકોને મુશ્કેલી

|

Aug 22, 2021 | 4:18 PM

ભૂજમાં ટ્રાફીક સમસ્યા હદજનક વકરી રહી છે . પાર્કીંગ વ્યવસ્થાના અભાવે શહેરમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

KUTCH : 2001 માં આવેલા વિનાશકારી ભૂકંપે ભજનો સંપૂર્ણ રીતે વિનાશ કરી નાખ્યો હતો. ત્યાબાદ ભુજનું નવેસરથી નિર્માણ થયું અને આજે બે દાયકા બાદ પણ આ ભુજ અડીખમ ઉભું છે. ભૂકંપ પછી વિસ્તાર પામેલા ભુજમાં સુધીધાઓ સાથે નાગરિકોએ અસુવિધાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ભૂકંપ પછી વિસ્તાર પામેલા ભૂજમાં ટ્રાફીક સમસ્યા હદજનક વકરી રહી છે . પાર્કીંગ વ્યવસ્થાના અભાવે શહેરમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી ( Bhuj Area Development Authority – BHADA ) એ ભૂકંપ બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 32 પાર્કીગ પ્લોટ ફાળવ્યા હતા. પરંતુ સંકલનના અને પાલિકાના આયોજનના અભાવે કેટલાક પ્લોટ પર દબાણ થઇ ગયું છે, તો કેટલાક પ્લોટનુ વેંચાણ થઈ ગયું છે. શહેરના વાણીયાવાડ, હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન સ્ટેશન રોડ સહિત તમામ વિસ્તારોમાં ટ્રાફીક જામ સર્જાઈ  છે. જેના ઉકેલ માટે વેપારીઓ રજૂઆત કરી રહ્યા છે.

ભૂજમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા અંગે નગર પાલિકા પ્રમુખે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં 32 પાર્કિંગ પ્લોટની માલિકી ભૂજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી હસ્તક છે. નગરપાલિકાને આજ દિન સુધી પાર્કિંગ પ્લોટની માલિકી સોંપી નથી. નગરપાલિકાને પાર્કિંગ પ્લોટની માલિકી સોંપવામાં આવશે તો પાલિકા તંત્ર ચોક્કસરૂપે તેનો ઉપયોગ કરી પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવશે. હાલ પાર્કિંગ પ્લોટ ઉપર ગેરકાયદે દબાણો થયા હોવાનું ખુદ નગરપાલિકાના પ્રમુખ પણ સ્વિકારે છે.

આ પણ વાંચો : SURAT સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Published On - 4:16 pm, Sun, 22 August 21

Next Video