Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

|

Feb 18, 2022 | 4:46 PM

કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના 3 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જો કે ચોરીને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ સહિત હજુ 3 શખ્સો ફરાર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. LCB એ ચોરીમા વપરાયેલા વાહનો સહિત કુલ 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો
Kutch Police Arrest Gang stealing In Temple

Follow us on

કચ્છમાં(Kutch)છેલ્લા થોડા સમયથી મંદિરમાં ચોરી( Theft In Temple) કરતી ગેંગ(Gang)  સક્રિય બની હતી. જેમાં પુર્વ કચ્છના અંજાર શહેર નજીક આવેલા વિવિધ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને ખાસ તો આરોપી સુધી પહોંચવામા પણ પોલીસ નિષ્ફળ રહી હતી જો કે અંજારમાં પાછલા દિવસોમાં થયેલી બે મોટી મંદિર ચોરીના ભેદ ઉકેલાઇ ગયા છે. અને પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના 3 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જો કે ચોરીને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ સહિત હજુ 3 શખ્સો ફરાર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. LCB એ ચોરીમા વપરાયેલા વાહનો સહિત કુલ 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બહારની ગેંગની શંકા પછી CCTV ની મદદ

અંજારના વિડી નજીકના સંધ્યાગીરી આશ્રમ તથા મકલેશ્ર્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ ઉપરા-ઉપરી ચોરી કરી પોલિસ માટે પડકાર ફેક્યો હતો તેવામાં એક સ્પેશીયલ ટીમ બનાવી પોલીસે અલગ-અલગ દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં શંકાસ્પદ વ્યકતિઓ કચ્છ બહારથી આવતા હોવાનુ તપાસમાં ખુલ્યા બાદ પોલીસે કારના નિશાનો તથા વિવિધ સી.સી.ટી.વી નો અભ્યાસ કર્યો હતો અને જેના આધારે એક શંકાસ્પદ વ્યક્તિ ગીરફ્તમાં આવ્યા બાદ તેની પુછપરછમાં અન્ય 3 વ્યક્તિના નામ ખુલ્યા હતા જેથી પોલિસે આ મામલે રમતુ અરજણ ખેર,સમંદરખાન ચાંદખાન પઠાણ તથા કલ્પેશ પ્રકાશ નટની ધરપકડ કરી તેની પુછપરછ શરૂ કરી છે. ચોરીના ઘટના સમયે મંદિરના CCTV પોલિસ તપાસમાં ખુબ ઉપયોગી સાબિત થયા હતા.

માસ્ટર માઇન્ડ હજુ ફરાર

પુર્વ અને પચ્છિમ કચ્છમાં પાછલા થોડા સમયમાંજ 10 જેટલી મોટી ચોરીના ઘટના પછી અંજારમાં એક સપ્તાહમાંજ બે મોટા ધાર્મીક સ્થાનો પર ચોરીની ઘટનાના પ્રત્યાધાત પડ્યા હતા અને હિન્દુ સંગઠનોએ વિરોધ સાથે પોલિસને યોગ્ય તપાસ માટેનુ અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ. તેવામાં અંજાર ચોરીના બે ગુન્હા ઉકેલવામાં પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે અલગ-અલગ ટીમો મંદિર ચોરીની ધટનાના આરોપીને પકડવા માટે બનાવી હતી. જો કે ઝડપાયેલા 3 શખ્સોની પુછપરછમાં ગોપાલ નટ આ બે ચોરીમાં માસ્ટર માઇન્ડ હોવાનુ સામે આવ્યુ છે જે તેના અન્ય બે સાગરીતો સાથે ફરાર છે. કાર અને બાઇક સાથે ગેંગ મંદિરોને નિશાન બનાવતી અને ત્યાર બાદ જીલ્લા બહાર જતી રહેતી

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

ધાર્મીક સ્થળોએ   CCTV લગાવવા પોલીસની અપીલ

કચ્છમાં હજુ પણ અનેક મંદિર ચોરીની ધટનાના ભેદ ઉકેલવાના બાકી છે તેવામાં ગોપાલ નટ તથા અન્ય સાગરીતોની પુછપરછમાં હજુ પણ મંદિર ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. જો કે પોલીસે જાહેર અપિલ કરી છે કે મોટી ધાર્મીક સ્થળો સહિત મહત્વની જગ્યાએ લોકો CCTV લગાવવા પ્રયત્ન કરે જેથી આવી ઘટનાના મુળ સુધી ઝડપથી પહોંચી શકાય પુર્વ કચ્છ LCBના ડી.બી પરમાર તથા કે.એન.સોંલકીની આગેવાનીમાં પોલીસ ટીમે આ ચોરીના ભેદ ઉકેલ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોની મફતમાં તપાસ અને સારવાર થશે, 992 હેલ્થ ટીમ ગ્રામીણ વિસ્તારોમાં ફરશે

આ પણ વાંચો : જામનગરઃ કાલાવડના ખીજડીયામાં મંડળીના મંત્રીએ 60 લાખની ઉચાપત કરી

Published On - 4:44 pm, Fri, 18 February 22