Kutch : સતત બીજા દિવસે કચ્છ બોર્ડર પરથી 5 બોટ અને એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો

|

Aug 05, 2022 | 5:04 PM

કચ્છ(Kutch) સહિતની ગુજરાતની દરિયાઇ સરહદ પરથી સતત પ્રયત્નો થઇ રહ્યા છે ડ્રગ્સ હેરાફેરીના તો બિનવારશુ ચરસના પકેટ મળવાનો સિલસીલો પણ યથાવત છે તે વચ્ચે કચ્છ બોર્ડર પર તૈનાત BSF આક્રમક રીતે આવી પ્રવૃતિ રોકવા માટે સજ્જ છે.

Kutch : સતત બીજા દિવસે કચ્છ બોર્ડર પરથી 5 બોટ અને એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો
Kutch BSF Arrest Pakistani Fisherman With Boat

Follow us on

કચ્છ(Kutch)  સરહદે માછીમારી સીઝન શરૂ થતા પાકિસ્તાની માછીમારોની(Pakistan Fisherman) ધુસણખોરી(Intrusion)  શરૂ થઇ ગઇ છે. ગુરુવારે કચ્છની હરામીનાળા બોર્ડર પરથી BSF એ બે પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જો કે ભૌગોલીક પરિસ્થિતીનો ફાયદો મળતા તેમાં સવાર પાકિસ્તાની ધુસણખોરો BSF ના હાથે લાગ્યા ન હતા. દરમ્યાન ગઇકાલ રાત્રથી BSF દ્રારા સતત આ વિસ્તારમાં સર્ચ કરાયુ હતુ જેમાં આજે વધુ 5 બોટ અને એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો છે. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલ પાકિસ્તાની માછીમાર હોવાનુ સામે આવ્યું છે. જેની સાથે બોટમાંથી પણ તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ અગાઉના બનાવોને ધ્યાને રાખી BSFએ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ચાલુ રાખ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાની બોટ દ્રારા ભારતીય સીમામાં ધુસણખોરીના અગાઉ પણ બનાવો બન્યા છે. ઝડપાયેલ પાકિસ્તાનીને પોલિસને સુપ્રત કરી સ્યુક્ત એજન્સીઓ દ્રારા પુછપરછ કરાશે

ડ્રગ્સ સાથે ધુસણખોરી સામે BSF સતર્ક

કચ્છ સહિતની ગુજરાતની દરિયાઇ સરહદ પરથી સતત પ્રયત્નો થઇ રહ્યા છે ડ્રગ્સ હેરાફેરીના તો બિનવારશુ ચરસના પકેટ મળવાનો સિલસીલો પણ યથાવત છે તે વચ્ચે કચ્છ બોર્ડર પર તૈનાત BSF આક્રમક રીતે આવી પ્રવૃતિ રોકવા માટે સજ્જ છે. સતત બે દિવસમાં 7 બોટ અને એક પાકિસ્તાની માછીમારને BSF એ ઝડપ્યા છે અને હજુ વધુ બોટ ઝડપાય તેવી શક્યતા પણ છે. જુન મહિનામાં પણ ભારતીય સીમામાં ધુસણખોરી કરનાર બે પાકિસ્તાઓ ઝડપાયા હતા અને BSF ને ફાયરીંગ કરી અટકાવવા પડ્યા હતા. તો જુલાઇમ મહિનામાં પણ બોટ સાથે 4 ધુસણખોરો ઝડપાયા હતા. સતત BSF ના ચાપતા બંદોબસ્ત વચ્ચે પણ થઇ રહેલી નાપાક હરકત સામે BSF સતત આવા સંવેદનશીલ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યુ છે.

Published On - 5:03 pm, Fri, 5 August 22

Next Article