Kutch: રેલવે સુવિધા વધારવા સાંસદની રજુઆત,નવી ટ્રેનથી લઇ રેલ સેવા વિસ્તારવા માંગ

|

Jan 06, 2023 | 7:39 PM

ગુજરાતના સાંસદો સાથે પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર સાથે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છના સાંસદે કચ્છના રેલ્વે સંબધી પ્રશ્નો, નવી ટ્રેનો માટે માંગણી, સૌરાષ્ટ્ર સાથે રેલ્વે કનેકટીવિટી, નવા સ્ટોપેજ સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નો ના નિરાકરણ માટે ભાર પૂર્વક રજુઆતો કરી હતી

Kutch: રેલવે સુવિધા વધારવા સાંસદની રજુઆત,નવી ટ્રેનથી લઇ રેલ સેવા વિસ્તારવા માંગ
Kutch MP Vinod Chavda

Follow us on

ગુજરાતના સાંસદો સાથે પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર સાથે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છના સાંસદે કચ્છના રેલવે સંબધી પ્રશ્નો, નવી ટ્રેનો માટે માંગણી, સૌરાષ્ટ્ર સાથે રેલવે  કનેકટીવિટી, નવા સ્ટોપેજ સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નો ના નિરાકરણ માટે ભાર પૂર્વક રજુઆતો કરી હતી. કચ્છના સાંસદે વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે, કચ્છના 6 જિલ્લાઓ માં રેલવે સુવિધાઓ નથી જેમાં માંડવી, અબડાસા, લખપત, મુંન્દ્રા, નખત્રાણા, રાપર વિસ્તારમાં ટ્રેન સેવાઓ માટે સર્વે થયા છે.

કચ્છથી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થાનો ને જોડતી આસ્થા સર્કિટ ટ્રેનો શરૂ કરવા માંગ

જેમાં જલ્દીથી ટ્રેન સેવાઓ ઉપલબ્ધ થાય માટે રેલવે વિભાગ ને જણાવવા માટે રજુઆત કરવા સાથે ભુજ–દિલ્હી સુપર ફાસ્ટ ટ્રેન, ભુજ–મુંબઇ પણ રાજધાની જેવી ટ્રેન, ગાંધીધામથી દક્ષિણ ભારત ને જોડતી ટ્રેન સેવાઓ શરૂ કરવા, સોલ્ટ ટિંબર, સિમેન્ટ, ફર્ટીલાઈઝર, પેટ્રોલીયમ પ્રોડેકટ અને ખાણ ખનીજ રેલવે પરિવહન સેવાઓ વિસ્તૃત કરવા, ગ્વાલીયર–અમદાવાદ ટ્રેનને ભુજ સુંધી લંબાવવા, સાપ્તાહીક ટ્રેનો ને દૈનિક ટ્રીપો વધારવા ખાસ તો કચ્છ થી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થાનો ને જોડતી આસ્થા સર્કિટ ટ્રેનો શરૂ કરવા ભુજ–ગાંધીધામ–વડોદરા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા તેમજ કચ્છ થી અન્ય પ્રાંતોમાં જતી ટ્રેનો ને માળીયા સ્ટોપેજ આપવા તેમજ ભચાઉ, અંજાર–લાકડીયા સ્ટેશનોથી પસાર ટ્રેનોને સ્ટોપેજ આપવાની વિસ્તૃત ચર્ચા પશ્ચિમ રેલવે જનરલ મેનેજર તથા રેલ્વે ના અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી.

ભુજ–નલિયા બ્રોડગેજનું કામ જલ્દીથી પુર્ણ કરવા  રજુઆત

ભાવનગર થી સુરેન્દ્રનગર આવતી ટ્રેનને ભુજ સુધી એક્સટેશન કરવા, પોરબંદર –રાજકોટ ટ્રેનને વાયા મોરબી–કચ્છ જોડવા દરભંગા ટ્રેન, વારાણસી ટ્રેન (અમદાવાદ) ને ભુજ–ગાંધીધામ સુંધી લંબાવવા માટે અને વિકાશશીલ કચ્છના વિકાસમાં સહયોગ આપવા રજુઆતો કરવામાં આવી હતી.સાથે 2018 થી ભુજ–નલિયા બ્રોડગેજનું કામ બંધ હતું જે હાલે ધીમી ગતિએ શરૂ થયેલ છે. તેને જલ્દીથી પુર્ણ કરવા  રજુઆત કરતાં પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તરફથી રજુઆતોને ધ્યાનમાં લઈ નિરાકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઓદ્યોગીક,પ્રવાસન અને સરક્ષણ ત્રણે દ્રષ્ટ્રીએ કચ્છ એક મહત્વનો જીલ્લો છે. પરંતુ અપુરતી રેલ્વે સેવાનો મુદ્દો હમેંશા ચર્ચામાં હોય છે. જો કે તાજેતરમાંજ કચ્છના વિવિધ રેલ્વે મથકોની મુલાકાત લઇ પચ્છિમ રેલ્વેના અધિકારીઓએ કચ્છમાં પુરતી સુવિદ્યાઓ આપવા માટેના પ્રયત્નો અંગે વાત કરી હતી ત્યારે હવે કચ્છના સાંસદે પણ કચ્છના રેલ્વેને લગતા પ્રશ્ર્નો મુકી તેના તાત્કાલીક નિરાકરણ માટેની માંગ કરી છે.

Published On - 7:37 pm, Fri, 6 January 23

Next Article