Kutch: હે રામ! ભુજમાં ગાંધી પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયું, કાળા રંગથી ‘પાપા’ લખ્યું, લોકોમાં નારાજગી

|

Feb 09, 2022 | 5:35 PM

ભુજના ભરચક કહી શકાય તેવા હમિરસર તળાવ નજીક આવેલી ગાંધી પ્રતિમાને ફરી આવારા તત્વોએ નિશાન બનાવી છે, આજે ગાંધીજીની પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયુ હતુ અને છાતી તથા પેટના ભાગે કાળા કલરથી પાપા લખીને કોઇએ મજાક ઉડાવી હતી

Kutch: હે રામ! ભુજમાં ગાંધી પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયું, કાળા રંગથી પાપા લખ્યું, લોકોમાં નારાજગી
ભુજમાં ગાંધી પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયુ ઇગ્લીશમાં લગ્યુ પાપા લોકોમા નારાજગી

Follow us on

કચ્છમાં ભુજ (Bhuj)ના હૃદય સમાન અને ભરચક કહી શકાય તેવા હમિરસર તળાવ નજીક આવેલા ગાંધીજીની પ્રતિમાને ફરી આવારા તત્વોએ નિશાન બનાવી છે. આજે સવારે જાગૃત લોકોના ધ્યાને આવ્યુ હતુ કે ગાંધીજી (Gandhiji) ની પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયુ હતુ અને છાતી તથા પેટના ભાગે કાળા કલર સાથે પાપા લખીએ કોઇએ મજાક ઉડાવી હતી. પાલિકાના ધ્યાને આ વાત આવતા પાલિકાની ટીમ તાત્કાલીક પહોચી આવી હતી અને ગાંધી પ્રતિમાની સફાઇનુ કાર્ય કર્યુ હતુ તો પોલિસે પણ પાલિકાની મૌખીક ફરીયાદના આધારે નજીકમાં જ લાગેલ નેત્રમ CCTVના આધારે તપાસ આંરભી હતી.

જોકે ઘટનાને લઇને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો. કેમ કે આવું પ્રથમવાર નથી થયું. અગાઉ પણ ગાંધીજીની પ્રતિમાને ખંડીત કરવા સહિત અસામાજીક તત્વોએ તેની સાથે ચેડા કર્યાના બનાવો બની ચુક્યા છે. અવારનવાર રાષ્ટ્રપિતાની પ્રતિમાની આવી સ્થિતી સામે નક્કર આયોજનની માંગ કરાઇ હતી. કોંગ્રેસે નગરપાલિકા સમક્ષ રાષ્ટ્રપિતાની પ્રતિમાને યોગ્ય સન્માન મળવુ જોઇએ તેવી માંગ કરી હતી.

પાલિકા પાસે માહિતી જ નથી

આજે અવાર-નવાર બનતા બનાવો સદંર્ભે ભુજ પાલિકા પ્રમુખ ધનશ્યામ ઠક્કરનો સંપર્ક કરાયો તો તેઓએ ધટના અંગે દુખ વ્યક્ત કરી પાલિકા દ્રારા પોલિસને આ અંગે લેખીતમાં અરજી અપાશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ જ્યારે આવી ધટના અગાઉ કેટલીવાર બની અને કોના દ્રારા આવી પ્રવૃતિ કરાઇ તેની કોઇ માહિતી પાલિકા પ્રમુખ પાસે ઉપલબ્ધ ન હતી. જો કે અગાઉના વર્ષોમા ગાંધીજીની પ્રતિમાના અંગુઠા,હોઠ તોડી પડાયા હતા. તો અસામાજીક તત્વો તેને ભંગાર વસ્તુઓનો હાર પણ પહેરાવી ગયા હતા. અંદાજીત 5 વાર જેટલી આવી ધટનાઓ બની પરંતુ પાલિકા પાસે આ સંદર્ભની કોઇ માહિતી ઉપલબ્ધ ન હોવાનુ પ્રમુખ ધનશ્યામ ઠક્કરે જણાવ્યુ હતુ. બ્રાન્ડેડ કંપનીની ટોપી અને ઇંગ્લીશ લખાણ પરથી ગુન્હેગારનુ પગેરૂ શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કોગ્રેસે દુધનો અભિષેક કર્યો

સવારથીજ ગાંધી પ્રતિમા સાથે અસામાજીક તત્વોએ કરેલા કૃત્યના સમાચાર વાયુવેગે ભુજ શહેરમા પ્રસરી ગયા હતા જેને લઇને અનેક લોકો પ્રતિમા નજીક પહોચ્યા હતા જો કે પાલિકાએ તાત્કાલીક સફાઇ કરી પ્રતિમાને એજ સ્થિતિમાં લાવી દીધી હતી પરંતુ છંતા પાલિકાએ અવાર-નવાર બનતી ધટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને ગાંધી પ્રતિમાને દુધથી નવડાવી તેને ચશ્મા પહેરાવ્યા હતા. સાથે ગંભીર આરોપ મુકી ગત ટર્મમાં ભાજપ સાક્ષીત પાલિકા સત્તાધીસોએ નવી પ્રતિમા અને તેની સુરક્ષા માટે ઠરાવ કર્યો હતો પરંતુ તે બની શક્યુ નથી. 5 થી વધુ વાર આવા બનાવો બન્યા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમાને યોગ્ય સન્માન મળવુ જોઇએ તેવી માંગ કરી પાલિકા પર ગાંધી પ્રતિમાની ઉપેક્ષાના આરોપ મુક્યા હતા.

આ પણ વાંચોઃ ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિનો મુદ્દો: જીયુવીએનએલે ભરતીમાં ગેરરીતિ ના થઇ હોવાનો રિપોર્ટ સોંપ્યો

આ પણ વાંચોઃ કુદરતના કવચ સામે જંગલના રાજા પણ લાચાર બન્યા, કાચબાએ ત્રણ વનરાજને હંફાવ્યા, જુઓ વીડિયો

Published On - 5:23 pm, Wed, 9 February 22

Next Article