Kutch: ધોરડોમાં G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૃપની બેઠકનું આયોજન, પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો થયા અભિભૂત

|

Feb 07, 2023 | 10:03 PM

કચ્છના ધોરડોમાં G-20ની ટુરિઝમ વર્કિંગ ગૃપની બેઠકના પ્રથમ દિવસ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રંગારંગ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ રજૂ થઈ હતી. જેમા "વસુધૈવ કુટુમ્બકમ" નૃત્ય છવાયું હતુ.

Kutch: ધોરડોમાં G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૃપની બેઠકનું આયોજન, પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો થયા અભિભૂત
G-20 ટુરિઝમ વર્કિગ ગૃપની બેઠકના પ્રથમ દિવસે રંગારંગ કાર્યક્રમ

Follow us on

કચ્છના ધોરડોમાં G-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડીનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા. જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી.

બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા. સીદીઓના ધમાલ નૃત્ય બાદ જી-૨૦ના લોગો “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યા હતા જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ નૃત્યને અતુલ્ય પ્રતિભાવ મળ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિદેશ મંત્રાલયના ડી. ડી.જી., આઈ.સી.સી.આર. અભયકુમાર તેમજ અન્ય મહાનુભાવોએ આ ગ્રૃપના કલાકારોને સ્ટેજ પર જઈને બિરદાવ્યા હતા. આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને ભોજનમાં પીરસવા માં આવી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, રાજ્યના નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર આલોક પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છઠ્ઠી અર્બન 20 બેઠકની યજમાની કરશે, CM ભૂપેન્દ્ર પટેલ U20ના પ્રતિનિધિઓને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઈતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એક જ મહિનાની અંદર તેની ત્રીજી જી20 ઈવેન્ટ, એટલે કે છઠ્ઠી U20 બેઠકની યજમાની ભારતના સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં થવાની છે.

Next Article