Kutch : પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડી, રુપાલાની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડોમાં G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓની બેઠકનો દોર

|

Feb 07, 2023 | 4:14 PM

Kutch News: સફેદરણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે G-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભૂજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

કચ્છના સફેદરણ ધોરડોમાં G-20 સમિટ અંતર્ગત પ્રથમ પર્યટન કાર્યકારી બેઠક મળી છે. 3 દિવસ ચાલનારી આ બેઠકમાં ભાગ લેવા માટે G-20 સભ્ય દેશના પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ આજે ધોરડો આવી પહોંચ્યા છે. ભુજ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર આગમન સમયે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ રજૂ કરીને ભાવભર્યું સ્વાગત કરાયું હતું. પનઘટ ગ્રૂપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે લોકસંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી છે. જેને વિદેશી મહેમાનોએ ઉત્સાહભેર માણી હતી.

ભૂજ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

સફેદરણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે G-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભૂજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ પહોંચેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશી મહેમાનોએ આ લોક સંસ્કૃતિની આ ઝાંકીને ઉત્સાહભેર માણી હતી. બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી.કિશન રેડ્ડી, પરસોત્તમ રૂપાલા પણ ધોરડોમાં ઉપસ્થિત છે.

તિલક કરીને મહેમાનોને આવકારવામાં આવ્યા

ભૂજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, ધારાસભ્ય કેશુ પટેલ, માલતી મહેશ્વરી, ત્રિકમ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, તથા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત કર્યુ હતુ. મહેમાનોના પ્રવેશ સાથે તેમને ગુજરાતી સંસ્કૃતિથી તિલક કરી સ્વાગત કરાયુ હતુ, તો કચ્છની હસ્તકળા,વાદ્ય,પારંપરીક ગરબા સાથે સ્વાગત કરાયુ હતુ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વિવિધ બેનરો અને પ્રદર્શન સાથે આવકાર

તો મહેમાનોને આવકારતા વિવિધ બેનરો અને પ્રદર્શનો પણ એરપોર્ટ મુકાયા હતા. તો એરપોર્ટની બહાર ભાજપ તથા નાગરીકો દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રધ્વજ અને G-20 ના સ્વાગત પોસ્ટર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બસમાંથી વિદેશી મહેમાનોએ લોકોનુ અભિવાદન પણ ઝીલ્યુ હતુ. 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિ બેઠકો કરશે. પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવાની છે.

Next Article