Kutch માં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત

કચ્છના મુન્દ્રાના ગુંદાલાની નર્મદા કેનાલમાં 5 લોકોના ડુબવાથી મોત નિપજ્યા છે. આ પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા છે. ગામની નજીક આવેલી નર્મદા કેનાલમાં અકસ્માતે એક વ્યક્તિ ડુબતો હતો તેને બચાવવા જતા 3 મહિલા સહિત 5 લોકો મોતને ભેટ્યા છે.

Kutch માં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત
Kutch Narmada Canal
Image Credit source: File Image
| Edited By: | Updated on: Nov 14, 2022 | 10:51 PM

કચ્છના મુન્દ્રાના ગુંદાલાની નર્મદા કેનાલમાં 5 લોકોના ડુબવાથી મોત નિપજ્યા છે. આ પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા છે. ગામની નજીક આવેલી નર્મદા કેનાલમાં અકસ્માતે એક વ્યક્તિ ડુબતો હતો તેને બચાવવા જતા 3 મહિલા સહિત 5 લોકો મોતને ભેટ્યા છે. તો સમગ્ર બનાવના પગલે પોલીસ, સામાજીક અને રાજકીય આગેવાન ઘટનાસ્થળ પર પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.

આજે મુન્દ્રાના ગુંદાલા નજીક બનેલી એક ધટનાએ કચ્છ સહિત સમગ્રુ ગુજરાતમાં અરેરાટી ફેલાવી છે આજે મુન્દ્રાના સાડાઉ ગામના અને ગુંદાલા વાડીમાં રહેતા એકજ પરિવારના 5 સભ્યોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થઇ ગયા છે. મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સાંજે વાડી તરફ જઇ રહેલો પરિવારની એક યુવતી પાણી ભરવા માટે કેનાલમાં ગઇ હતી અને ડુબવા લાગી હતી અને ત્યાર બાદ તેને બચાવવા જતા પરિવારના અન્ય 4 સભ્યો પણ ડુબી ગયા હતા. લાંબી મહેનત બાદ તમામ મૃત્દેહને બહાર કાઢી લેવાયા છે. અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરક્ષા વગરની ખુલ્લી કેનાલમાં ડુબી જવાની ધટનામાં બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Published On - 10:03 pm, Mon, 14 November 22