દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચુંટણીના(Assembly Election)આજે પરિણામો જાહેર થયા છે. જેમાં પંજાબને બાદ કરતા અન્ય 4 રાજ્યોમા ભાજપે(BJP)ફરી વિજય મેળવી સત્તા જાળવી રાખી છે. જેની ઉજવણી સમગ્ર દેશમા થઇ રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ભાજપ અને યોગી સરકારની ઐતિહાસિ ક જીતથી સમગ્ર ભારતમાં ભાજપ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે કચ્છમાં(Kutch)પણ ભાજપે આજે ઠેરઠેર ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી ઉજવણી કરી હતી. જેમા ભુજ ભાજપના મુખ્ય કાર્યાલય સાથે લખપત,નલિયા,ભુજ રાપર સહિત દરેક તાલુકા મથકોએ 4 રાજ્યોમાં જીતની ઉજવણી કરી હતી તો કચ્છ ભાજપના ધારાસભ્ય-સાંસદે પણ જીત માટે ભાજપના નેતૃત્વ અને કાર્યક્રરોની મહેનતને બીરદાવી જનતાનો આભાર માન્યો હતો.
ઉત્તરપ્રદેશની ચુંટણી દરમ્યાન સપા નેતાઓના નિવેદનોમાં ક્યાક યોગી સરકાર ફરી ચુંટણી નહી જીતે નિવેદન સાથે સપાનુ બુલડોઝર ફરી વળશે તેવા નિવેદન આપવામા આવ્યા હતા. જો કે આજે દેશના અનેક વિસ્તારોમાં કાર્યક્રરોએ યોગીનો બુલડોઝર સપા પર ફરી ગયો હોવાનુ દર્શાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ત્યારે મુન્દ્રામાં પણ ભાજપે અનોખી ઉજવણી કરી હતી. ઢોલ નગારા સાથે મુન્દ્રા બસ સ્ટેશન નજીક થયેલી ઉજવણીમાં ફટાકડા ફોડી ભાજપની જીતને વધાવી હતી સાથે બુલડોઝર પણ સાથે રાખ્યુ હતુ. બુલડોઝર પર ઉભા રહી ભાજપના કાર્યક્રરોએ જયધોષના નારા પોકાર્યા હતા.
ઉત્તરપ્રદેશ જીત પર ખુશી વ્યક્ત કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યક્રરો જોડાયા હતા.ચાર રાજ્યોની ચુંટણીમાં જીત સાથે દેશના વડાપ્રધાન પણ શુક્રવારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યક્રરોનો ઉત્સાહ બેવડાયો છે. તેવામાં ભાજપના અન્ય ફાયર બ્રાન્ડ નેતા યોગીની જીતનો ઉત્સાહ કચ્છમાં પણ જોવા મળ્યો હતા અને બુલડોઝર સાથે મુન્દ્રામા થયેલી ઉજવણીની ચર્ચા સમગ્ર કચ્છમાં થઇ રહી છે.
આ પણ વાંચો : સુરતમાં સીસીટીવીના કારણે ગોડાઉનમાં ચોર ઘુસ્યાની જાણ થઈ, માલિકે પોલીસ સાથે જઇને ચોરને રંગે હાથ પડકી લીધો
આ પણ વાંચો : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક 11 માર્ચે અમદાવાદમાં યોજાશે