Kutch Earthquake : કચ્છના દુધઈ પંથકમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિમી દુર નોંધાયું

|

Jul 04, 2021 | 10:25 AM

કચ્છ ( Kutch)માં ફરી એક વખત ભૂકંપ (Earthquake)નો આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. આજે 4 જુલાઈએ સવારે 7.25 કલાકે આ આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ (earthquake epicenter ) દુધઈથી 19 કિમી દુર નોંધાયું હતુ.

Kutch Earthquake : કચ્છ ( Kutch) માં ફરી 4 જુલાઈની સવારે 7.25  કલાકે  ભૂકંપ (Earthquake)ના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ (earthquake epicenter ) દુધઈ (Dudhai)થી 19 કિમી દુર નોંધાયું હતુ.

કચ્છ એ સિસ્મેક ઝોન 5માં આવતો વિસ્તાર છે. સિસ્મેક ઝોન 5માં આવતા વિસ્તારની ભૂસ્તરીય રચનાને લીધે અવારનવાર ભૂંકપના આંચકાઓ આવતા રહે છે. સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છ જિલ્લો જ સિસ્મેક ઝોન પાંચમાં આવતો વિસ્તાર છે.

અવાર-નવાર કચ્છવાસીઓ ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવતા હોય છે. ગત્ત 1 જુલાઈના રોજ  વહેલી સવારે કચ્છ ( Kutch)માં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ (earthquake epicenter ) રાપરથી 15 કિમી દૂર નોંધાયું હતુ.

ફરી એક વખત આજે વહેલી સવારે 7.25 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ દુધઈ (Dudhai) થી 19 કિમી દુર નોંધાયું હતુ. વહેલી સવારે ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો.ભૂકંપથી કોઈ જાનહાનિના સમચાર હાલ સુધી સામે આવ્યા નથી.

આખરે કેમ ભૂકંપ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટો છે, જે સતત ફરે છે. જ્યાં આ પ્લેટો વધુ ટકરાઈ જાય છે, તેને ઝોન ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. પ્લેટો વળાંકના ખૂણાને વારંવાર ટકરાઈ છે જ્યારે વધુ દબાણ બનાવવામાં આવે છે, પ્લેટો તૂટી જાય છે અને નીચેની ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. પછી આ દબાણને કારણે ભૂકંપ આવે છે.

Published On - 10:24 am, Sun, 4 July 21

Next Video