Kutch : શ્રમિકોના નામે કરોડોનું GST કૌભાંડ, 40 લાખની રોકડ સાથે બે ની ધરપકડ

|

Feb 18, 2023 | 11:42 AM

ફરી એકવાર જીએસટી ચોરીનું રેકેટ ઝડપાયું છે અને આ વખતે આ આ રેકેટમાં શ્રમિકો અને ગરીબ લોકોને નિશાન બનાવાયા છે.

Kutch : શ્રમિકોના નામે કરોડોનું GST કૌભાંડ, 40 લાખની રોકડ સાથે બે ની ધરપકડ
GST Scam

Follow us on

કચ્છના ગાંધીધામમાં ફરી એકવાર જીએસટી ચોરીનું રેકેટ ઝડપાયું છે અને આ વખતે આ આ રેકેટમાં શ્રમિકો અને ગરીબ લોકોને નિશાન બનાવાયા છે. આમ લોકો પાસેથી આઈડી પ્રૂફ પડાવીને બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરી હતી. જોકે આ મામલાની બાતમી મળતા  આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં બે ની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે, તો સાથે તેની પાસેથી 40 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.

બાર પાન કાર્ડ ધારકોની ઓળખ થઈ

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ GST ઈઅને ન્ટેલિજન્સ ગાંધીધામ પ્રાદેશિક એકમ અમદાવાદ ઝોનલની તપાસમાં કરની રકમ 114 કરોડ સહિત 802 કરોડના નકલી ITC કેસમાં 68 જીએસટી નંબર અને બાર પાન કાર્ડ ધારકોની ઓળખ થઈ છે, તો આ મામલે 40 લાખ રૂપિયા રિકવર પણ કરવામાં આવ્યા છે.

PAN નો ઉપયોગ કરીને  આ રીતે છેતરપિંડી આચરી

દેશમાં ઇન્ટેલિજન્સ વિકસિત થયું છે કે જેનાથી કેટલીક કંપનીઓ કામદારોના PAN નો ઉપયોગ કરીને નોંધણી કરાવે છે.આ માસ્ટરમાઇન્ડો સમગ્ર ભારતમાં તેમની નકલી કંપનીઓને અલગ-અલગ PAN નો ઉપયોગ કરીને રજીસ્ટર કરી રહ્યા છે. એટલુ જ નહીં હેન્ડલર્સ સ્થાન છુપાવવા માટે પ્રોક્સી સર્વર, એમેઝોન વેબ સેવાનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

આ પહેલા સુરતમાં આ પ્રકારના GST કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમાં પણ લોકો પાસેથી આઈડી પ્રૂફ પડાવીને જનધન યોજનામાં બૅન્ક એકાઉન્ટ ખોલાવવાના નામે બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરી હતી. જોકે આ મામલાની જાણ પોલીસને થતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો અને કરોડની ચોરીના રેકેટમાં પુણા પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

(વીથ ઈનપુટ- જય દવે, કચ્છ)

Published On - 10:02 am, Sat, 18 February 23

Next Article