Kutch: ભુજ ખાતે જિલ્લા પંચાયત દ્વારા રૂ.5.31 કરોડના ખર્ચે ખરીદાયેલી 36 એમ્બ્યુલન્સનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

|

Apr 15, 2022 | 2:02 PM

વિસ્તારની દષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે અને લોકોને સમયસર લારવાર મળી રહેશે.

Kutch: ભુજ ખાતે જિલ્લા પંચાયત દ્વારા રૂ.5.31 કરોડના ખર્ચે ખરીદાયેલી 36 એમ્બ્યુલન્સનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
Kutch CM inaugurates 36 ambulances procured by District Panchayat at Bhuj at a cost of Rs. 4.31 crore

Follow us on

આજ રોજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ના વરદ હસ્તે કચ્છ (Kutch)  જિલ્લાના મુખ્ય મથક ભુજ (Bhuj)  ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સ (ambulances) ને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી 15માં નાણાપંચની રૂ.3.02 કરોડની 21, રૂ.1 કરોડની ડીએમએફ ગ્રાન્ટની 7, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.85.81 લાખની પાંચ અને અબડાસા ધારાસભ્ય (MLA) ની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 થઇને રૂ.43.15 લાખની 3 આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ 36 એમ્બ્યુલન્સ રૂ.5.31 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.

વિસ્તારની દષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે અને લોકોને સમયસર લારવાર મળી રહેશે. એમ્બ્યુલન્સના લોકાર્પણના સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ બેન કારા, જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સર્વ અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, અગ્રણી કેશુભાઈ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, કલેકટર પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંગ, ડીવાયએસપી પંડયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ જનક માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ સહિતના મહાનુભાવો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચોઃ Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

આ પણ વાંચોઃ PM મોદીએ કચ્છમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરતાં કહ્યું, આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article