Kutch : ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ, રણોત્સવની સફરને નિહાળી

|

Feb 08, 2023 | 11:54 AM

G-20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

Kutch : ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ, રણોત્સવની સફરને નિહાળી
મુખ્યમંત્રીએ કોન્ફરન્સ હોલમાં રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફરને નિહાળી

Follow us on

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યારસુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રીએ કોન્ફરન્સ હોલમાં રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફરને નિહાળી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ 2022-23 દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગુજરાત ટુરિઝમના એમડી આલોક પાંડે, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા, વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોની ઝલક માણી

G-20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને સફેદ રણમાં સનસેટ પોઈન્ટ તથા અફાટ સફેદરણના સૌદર્યની મજા માણી હતી.

ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઈન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી. રોડ શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું.

Published On - 11:54 am, Wed, 8 February 23

Next Article