Kutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો

|

Mar 21, 2022 | 3:20 PM

શનિવાર અને રવિવારે હ્યુસ્ટન તથા ડલ્લાસમાં તેના કાર્યક્રમો હતા જેમાં મોટી સંખ્યામાં ગુજરાત અને વિદેશી લોકો કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા હતા જ્યા કસુંબીરંગ તથા અન્ય ગુજરાતી ગીતો પર ચાહકોએ ગીતા રબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો.

Kutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો
લોકગાયિકા ગીતા રબારીએ વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ!

Follow us on

ગુજરાત (Gujarat) ના અનેક કલાકારો એવા છે કે જેની ગુજરાત અને ભારતમાં તો બોલબાલા છે. પરંતુ વિદેશમાં પણ તેના ચાહકો છે. થોડા મહિના પહેલા જ ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી વિદેશમાં કાર્યક્રમ માટે ગયા હતા અને ત્યા તેની ગાયકી પર આફરીન તેના ચાહકોએ તેના પર ડોલરનો વરસાદ કર્યો હતો. ત્યારે વધુ એક ગુજરાતી લોકગાયક (folk singer) ની વિદેશયાત્રા ચર્ચામાં આવી છે. ગુજરાતની ખ્યાતનામ કલાકાર (Artist) અને કચ્છ (Kutch)  કોયલનુ જેને બિરૂદ મળ્યુ છે તેવા ગીતાબેન રબારી હાલ US ના પ્રવાસે છે અને તેના હ્યુસ્ટન(HOUSTON),તથા ડલ્લાસમાં(DALLAS) માં આયોજીત સંગિત કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો છે.

ગુજરાતના લોકગાયકો પર ગુજરાત અને ભારતમા આયોજીત કાર્યક્રમોમાં નોટોનો વરસાદ થયો હોય તેવુ તો અનેકવાર બન્યુ છે પરંતુ વિદેશમાં તેના ચાહકો તેના પર ડોલરનો વરસાદ કરી રહ્યા છે. ગીતા રબારીના US ના કાર્યક્રમ દરમ્યાન પારંપરીક વસ્ત્રોમા તેની મુલાકાતના ફોટો સાથે તેના કાર્યક્રમના વિડીયો પણ સામે આવ્યા ચે. જેમાં કસુંબીના રંગ ગીત પર ઝુમી ઉઠેલા ભારતીય ચાહકોએ ગીતારબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો. શનિવાર અને રવીવારે હ્યુસ્ટન,તથા ડલ્લાસમાં તેના કાર્યક્રમો હતા જેમાં મોટી સંખ્યામાં ગુજરાત અને વિદેશી લોકો કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા હતા જ્યા કસુંબીરંગ તથા અન્ય ગુજરાતી ગીતો પર ચાહકોએ ડોલરનો વરસાદ ગીતા રબારી પર કર્યો હતો. દેશભક્તિ, ગુજરાતી ગીત તથા ધાર્મીક ગીતો પર વિદેશમાં વસતા ગુજરાતીઓ આફરીન થયા હતા અને કલાના કદરદાનોએ કલાકારો પર ડોલરનો વરસાદ કર્યો હતો.

ભાવના મોદી તથા મસ્તી જૂથના નિક પટેલ દ્રારા US મા અલગ-અલગ સ્થળો પર વિદેશ વસ્તા ગુજરાતીઓની વચ્ચે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ જેમાં વિદેશ વસ્તા ગુજરાતી સાથે વિદેશીઓ પણ ઝુમી ઉઠ્યા હતા. ગીતા રબારીએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે વિદેશમાં સંગીત માણ્યા બાદ પ્રેક્ષકોને લાગ્યું કે તેઓ ભારતમાં છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક


આ પણ વાંચોઃ અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

આ પણ વાંચોઃ લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

Published On - 3:19 pm, Mon, 21 March 22

Next Article