Kutch : નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવાની સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત

|

Aug 05, 2022 | 10:13 PM

કચ્છ (Kutch) આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી અને કચ્છ ભાજપના પ્રભારી કિર્તીસિંહે સરકારે સૈદ્રાંતિક મંજુરી આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા મુન્દ્રાને પણ સરકારે પાલિકાનો દરજ્જો આપ્યો હતો. કચ્છમાં હાલમાં 10 તાલુકા પૈકી 7 તાલુકા મથકોને પાલિકાનો દરજ્જો મળ્યો છે.

Kutch : નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવાની સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત
Kutch Minister Kirtisinh Visit

Follow us on

કચ્છને(Kutch) રાજ્ય સરકારે વધુ એક ભેટ આપી છે. કચ્છની મોટી એવી ગ્રામ પંચાયત પૈકીની નખત્રાણાને(Nakhatrana)પંચાયતમાંથી પાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગ હતી. ત્યારે આજે કચ્છ આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી અને કચ્છ ભાજપના પ્રભારી કિર્તીસિંહે સરકારે સૈદ્રાંતિક મંજુરી આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા મુન્દ્રાને પણ સરકારે પાલિકાનો દરજ્જો આપ્યો હતો. કચ્છમાં હાલમાં 10 તાલુકા પૈકી 7 તાલુકા મથકોને પાલિકાનો દરજ્જો મળ્યો છે. ત્યારે તેમાં વધુ એક પાલિકાનો ઉમેરો થશે કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ કરી છે તેને આગળ ધપાવવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. નાના નખત્રાણા, મોટા નખત્રાણા અને બૈરૂનો સમાવેશ કરીને નખત્રાણાને નગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્યાની જાહેર કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના લોક-કલ્યાણલક્ષી નિર્ણયથી આ નગરોનો હવે ઝડપી વિકાસ થશે.

નખત્રાણાને પાલિકા જાહેર કર્યા બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીનુ શાલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરાયું

રાજ્ય સરકારે વિકાસની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ દરજ્જો આપ્યો છે, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરતાં નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નખત્રાણાને પાલિકા જાહેર કર્યા બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીનુ શાલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરાયું હતું.આ જાહેરાતને સ્થાનિક અગ્રણીઓ અને નખત્રાણાના નગરજનોએ વધાવી લીધી હતી.આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ ચુંટાયેલા પ્રતિનીધીઓ સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે. કે નખત્રાણાના વિકાસની ખાતરી સાથે અબડાસાના ધારાસભ્યએ પક્ષપલ્ટો કર્યો હતો. જેમાં નખત્રાણાને ઉચ્ચ શિક્ષણ સહિત અનેક વિકાસનો કાર્યોની ભેટ મળશે તેવી ખાતરી અપાઇ હતી. ત્યારે ફરી 2022 ની ચુંટણી પહેલા સરકારે નખત્રાણાને પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી લોકોને આકર્ષયા છે.

Published On - 10:09 pm, Fri, 5 August 22

Next Article