રશિયા-યુક્રેન(Russia Ukraine War)વચ્ચે હજુ પણ યુધ્ધની સ્થિતી યથાવત છે. તેના વચ્ચે હજુ પણ અનેક ભારતીયો ત્યા ફસાયા છે તો ઓપરેશન ગંગાના(Operation Ganga)માધ્મયથી અનેક ભારતીયો વતન પરત પણ ફરી શક્યા છે. જો કે સતત યુધ્ધ વચ્ચે યુક્રેનની પડોશના બોર્ડર દેશો સુધી ફસાયેલા લોકો પહોચ્યા છે પરંતુ તેમના માટે હજુ કોઇ યોગ્ય વ્યવસ્થા થઇ નથી. ત્યારે તેમના પરિવારજનો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજે સરકારના પ્રયાસોથી વાકેફ કરવા અને પરિવારના સભ્યોને હુંફ આપવા માટે કચ્છનું(Kutch)તંત્ર યુક્રેનમા ફસાયેલ વિદ્યાર્થીના પરિવારને મળવા માટે પહોચ્યુ હતુ અને અબડાસા-નખત્રાણા સહિતના તાલુકામાં ફસાયેલ વિદ્યાર્થીના પરિવાર સાથે સંવાદ કરી યુક્રેનમાં ફસાયેલા યુવક-યુવતીઓને પણ માર્ગદર્શન આપ્યુ હતુ. કચ્છમાં અત્યાર સુધી કન્ટ્રોલરૂમમાં 17 જેટલા લોકો ફસાયા હોવાનુ નોંધાયુ છે. જો કે તમામ લોકો સુરક્ષીત છે તે રાહતની વાત છે. જેમાં નલિયામા ફસાયેલ યુવતીના પરિવારને પ્રાંત અધિકારી મળ્યા હતા તેવી રીતે તંત્રએ અન્ય તાલુકામાં અનેક સરકારની પ્રતિનીધીને મોકલ્યા હતા.
કચ્છમાં યુક્રેન ફસાયેલા વિદ્યાર્થીઓનો આંકડો સતત વધી રહ્યો છે અત્યાર સુધી જીલ્લા કન્ટ્રોલરૂમમાં 17 લોકોની નોંધણી થઇ છે અને તેના અંગે માહિતી ગુજરાત સરકાર મારફતે કેન્દ્રમાં મોકલી દેવાઇ છે. ત્યારે આજે ગુજરાતની સાથે કચ્છનુ વહીવટી તંત્ર પણ યુક્રેનમાં ફસાયેલા યુવક-યુવતીના પરિવારને મળ્યુ હતુ. અને યોગ્ય કાર્યવાહી ઝડપી થશે તેવી ખાતરી આપી હતી. તો કચ્છના સાંસદે પણ પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતુ કે કચ્છથી ફસાયેલા વિદ્યાર્થીઓની માહિતી અને પરિવારની ચિંતા તેઓ સતત કેન્દ્ર સરકાર સુધી પહોચાડી રહ્યા છે અને સરકારના પ્રયાસોથી ઝડપથી ભારતીયોને લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. તો ભુજના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષે પણ મુખ્યમંત્રીને પત્ર અને ફોન મારફતે કચ્છના વિદ્યાર્થીઓના પરિવાજનો ચિંતીત હોવાનુ કહી ઝડપી કાર્યવાહી માટે જણાવ્યુ હતુ
કચ્છના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત છે તે રાહતની વાત છે. પરંતુ મુશ્કેલી વચ્ચે તેઓ દિવસ પસાર કરી સુરક્ષીત સ્થળે પહોચી ભારત આવવા માટે મથી રહ્યા છે ત્યારે ભારત પરત ફરેલા અન્ય વિદ્યાર્થીઓની જેમ કચ્છના વિદ્યાર્થીઓ પણ ઝડપથી વતન વાપસી કરે તેવા તંત્ર-ચુંટાયેલા પ્રતિધીનીના પ્રયાસો છે. તો પરિવારજનો પણ સ્વજનોની ઝડપથી ભારત આવવાની રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો : Kheda: ચરોતરનું મીની સોમનાથ એટલે નડિયાદનું મોટા કુંભનાથ મહાદેવ, જાણો ભક્તોને કેમ છે આ મંદિરમાં આટલી આસ્થા
Published On - 4:47 pm, Tue, 1 March 22