KUTCH : અદાણીએ કર્યુ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ !

|

Dec 14, 2021 | 6:26 PM

અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેને 2020માં એનાયત થયેલ 8000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાના લગભગ 6000 મેગાવોટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ ઉપર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સહી સિક્કા થયા છે.

KUTCH : અદાણીએ કર્યુ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ !
ગૌતમ અદાણી (ફાઇલ ફોટો)

Follow us on

અદાણી ગૃપના વૈવિધ્યસભર ઉદ્યોગ પ્રકલ્પો પૈકી સૌર ઊર્જા વિકાસકાર તરીકે દુનિયાની સૌથી વિશાળ કંપની તરીકે નામના મેળવનાર અદાણી ગ્રીન એનર્જી લિ.એ ભારતના સૌર ઉર્જા નિગમ સાથે 4667 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે. સોલાર એનર્જી કોર્પોરેશન સાથે  દુનિયાનું સૌથી મોટું પાવર પરચેઝ એગ્રીમેન્ટ સહી કરતા અદાણી ગૃપના ચેરમેન ગૌત્તમ અદાણીએ જણાવ્યું છે.આત્મ નિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન તેમજ ભારતને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવા તરફની અમારી સફરમાં આ એક વધુ પગલું છે. જે ભારતના બેવડા હેતુઓ સાકાર કરનારું છે.

કોપ-26માં થયેલી કાર્યવાહીના અનુસંધાને કાર્બનના ઓછા ઉત્સર્જનવાળી ઈકોનોમી તરફ અગાઉની ધારણા કરતા ઝડપથી વિશ્વ સરખી ગતિએ ઉત્તરોત્તર સરકી રહ્યું છે. આ માટે જ અદાણી ગૃપ રિન્યુએબલ ક્ષેત્રમાં 50 થી 70 બિલિઅન ડોલરનું રોકાણ કરવા પ્રતિબધ્ધ છે. આ કરાર 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયામાં અમોને  સૌથી વિરાટ બનાવવા તરફની અમારી પ્રતિબધ્ધતાને હાંસલ કરવાના  પ્રયાણમાં પ્રોત્સાહક કેડી બની રહેશે તેમ ગૌતમ અદાણીએ જણાવ્યું છે. જૂન -2020માં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદકતા લિન્ક 8000 મેગાવોટના અદાણી ગ્રીન એનર્જી લિ.ને ફાળવેલા ટેન્ડરના એક ભાગરુપે અદાણી ગ્રીન એનર્જી લિ અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વચ્ચે 4667 મેગાવોટ સૌર ઉર્જાનો પુરવઠો પૂરો પાડવા કરાર થયા છે. જે એનાયત થયેલું દુનિયાનું સૌથી મોટું સોલાર ડેવલપમેન્ટ ટેન્ડરનો વિક્રમ પ્રસ્થાપિત કરે છે.

અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેને 2020માં એનાયત થયેલ 8000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાના લગભગ 6000 મેગાવોટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ ઉપર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સહી સિક્કા થયા છે. આગામી બે ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ આખરી કરવા અદાણી ગ્રીન એનર્જી લિ. આશાવાદી છે. ઉલ્લેખનિય છે કે ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL),  ૨૦.૩ GW ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકીનો એક ધરાવે છે, જેમાં સંચાલન, નિર્માણ હેઠળની સુપ્રત થયેલી અને સંપાદીત સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, નિર્માણ કરે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. 2018 માં લિસ્ટે થયેલ, અદાણી ગ્રીન એનર્જી લિ. આજે USD ૨૮ બિલિયન માર્કેટ કેપ કંપની છે, અમેરિકા સ્થિત મેરકોમ કેપિટલ થિંક ટેન્કે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોના માલિક નં.૧ તરીકે ગણાવી છે.

Next Article