કચ્છ (Kutch) માં ભુજ (Bhuj) ટાઉનહોલ ખાતે આજે બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાબા સાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) ના જીવન કાર્ય પર એક સંવાદનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેમાં વિધાનસભા (Assembly) અધ્યક્ષ નિમાબેન આચાર્ય, કચ્છના સાંસદ સહિત અનેક લોકો જોડાયા હતા. તેરા તુજ કો અર્પણ સંસ્થા દ્વારા આ કાર્યક્રમ જનજાગૃતિ માટે યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે બાબા સાહેબે જે રીતે લોકશાહી (Democracy) ના તંત્રને મજબૂત કરવા માટે જે બંધારણ બનાવ્યું તે બંધારણ વિશેની ચર્ચા તેમણે કરેલ કાર્યોની ચર્ચા ખુબ જ અગત્યની છે.
નિમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે મહાનપુરૂષ ત્યારે બને કે જે અનેક સંઘર્ષો પાર કરીને આગળ વધે અને દેશ માટે કેટલાય કાર્યો કર્યા હોય. આપણી લોકશાહી આપણું લોકતંત્ર વધુને વધુ મજબૂત બનતું જાય છે તેનું મુખ્ય કારણ બાબાસાહેબે અને ૨૩૫ સભ્યો ભેગા મળીને સંસદીય સમિતિ બનાવીને જે સંસદીય બંધારણ બનાવવામાં આવ્યું તે બંધારણના પરિણામે આપણે ૭૫માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવીયે છીએ.
કાર્યક્રમમાં અંગદાન અંગે જાગૃતિ ફેલવવા માટે સતત પ્રયત્નશીલ દિલીપ દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન અંગે લોકોને જાગૃત થવા અપિલ કરી હતી. તો વિધાનસભા અધ્યક્ષે પણ અંગદાન જાગૃતિ માટે થઇ રહેલા કાર્યને બીરદાવ્યો હતો. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સંસદીય બંધારણ ઉપર ઉત્સવ રાખવામાં આવે છે. જે ખુબ પ્રેરણાદાયી છે. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બંધારણ અને તેના નિર્માણમાં ભુમિકા અદા કરનાર બાબા સાહેબના જીવન અને વિચારોના પ્રસારનો હોવાનુ સંસ્થાના પ્રમુખ હિતેષ ખંડોલે જણાવી કચ્છના પ્રબુધ્ધ નાગરીકો સાથે આ વિષયને લઇને એક ચર્ચાસત્ર ગોઠવી બંધારણ જાગૃતિ અને આંબેડકરના જીવનથી અન્ય લોકો કઇ રીતે પ્રેરણા લે તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હોવાનુ જણાવ્યુ હતુ. ડો આંબેડકર પર 13 પુસ્તકો લખનાર કિશોરભાઈ મકવાણાએ સંવાદ સાથે જાતીવાદ દુર થાય અને રાષ્ટ્રવાદ તરફ દેશ આગળ વધે તે માટે કાર્યક્રમો આયોજીત કરી લોકો સુધી તેમના આદર્શ વિચારો રજુ કરાતા હોવાનુ જણાવી 1 લાખ પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ હોવાનુ જણાવ્યુ હતું.
આ પણ વાંચોઃ Gujarat : અલૌકિક ખગોળીય ઘટના, સાંજે આકાશમાં ચમકતો અવકાશીય પદાર્થ નજરે પડયો
આ પણ વાંચોઃ Ahmedabad : DRIએ એરપોર્ટ ઉપરથી 1.06 કરોડના હીરા જપ્ત કર્યા