કોરોના મહામારી વચ્ચે પણ કંડલા દિનદયાળ પોર્ટે 100 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યું

|

Jan 12, 2022 | 11:36 AM

નાણાકીય વર્ષ 2020-21ની તુલનામાં 4 અઠવાડિયા પહેલાં જ આ ટાર્ગેટ પાર કર્યો. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 127 MMTને પાર કરે તેવી સંભાવના છે.

કોરોના મહામારી વચ્ચે પણ કંડલા દિનદયાળ પોર્ટે 100 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યું
Kandla Dindayal Port

Follow us on

દેશના સૌથી મોટાં બંદરોમાં જેની ગણના થાય છે. તેવા કંડલા દિનદયાળ પોર્ટ (Kandla Dindayal Porte)એ ચાલુ વર્ષે પણ કાર્ગો હેન્ડલિંગ (Cargo handling) ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. દુનિયાભરમાં કોવિડ રોગચાળો અને કાર્ગો હેન્ડલિંગમાં અવરોધોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર (International trade) અને શિપિંગ (Shipping) માં ઊભી થયેલી અડચણો છતાં ડીપીટી (DPT) એ 10-01-2022ના રોજ 100 મિલિયન મેટ્રિક ટન (100 MMT)ના ટાર્ગેટ ને પાર કર્યો છે અને નાણાકીય વર્ષ 2021-22માં આ આંકડો પાર કરનાર પ્રથમ સરકારી ક્ષેત્રનું મુખ્ય બંદર બન્યું છે.

સંજોગોવશાત, ચાલુ નાણાકીય વર્ષમાં, DPTએ ગયા નાણાકીય વર્ષ, એટલે કે નાણાકીય વર્ષ 2020-21ની તુલનામાં 4 અઠવાડિયા પહેલાં જ આ ટાર્ગેટ પાર કર્યો છે, ગત નાણાકીય વર્ષમાં ડીપીટી 09-02-2021ના રોજ 100 MMT પર પહોંચ્યું હતું.

પીઓએલ, ખાદ્ય તેલો, ફોસ્ફરિક એસિડ અને એમોનિયા, કેમિકલ્સ, રોક ફોસ્ફેટ, સ્ટીલ પાઇપ્સ, આયર્ન ઓર, કોલ, ટિમ્બર, અને ક્રૂડ ઓઇલ જેવી આયાતોમાં વધારો જોવા મળ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વાડિનાર ખાતે ખાદ્ય તેલ, રસાયણો, અનાજ જેવા કે ખાદ્ય તેલ, રસાયણો, અનાજ અને વાડિનાર ખાતેની પીઓએલ ઉત્પાદનોમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કાર્ગો થ્રુપુટમાં પણ વૃદ્ધિ જોવા જોવા મળી છે, જ્યારે નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડીપીટીની કાર્ગો થ્રુપુટ વૃદ્ધિ તમામ સરકારી મુખ્ય બંદરોમાં સૌથી વધુ નોંધાઇ છે.

ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં પોર્ટમાં 33.52 MMT ટ્રાફિક નોંધાયો હતો. માત્ર ડિસેમ્બર 2021 મહિનામાં, ડીપીટીએ 11.32 MMT કાર્ગો હેન્ડલ કર્યો હતો. જેણે તમામ મુખ્ય બંદરો દ્વારા સંચાલિત કુલ કાર્ગોના લગભગ 18% ફાળો આપ્યો હતો. નાણાકીય વર્ષના અંત સુધીમાં 127 MMTને પાર કરે તેવી સંભાવના પોર્ટ પ્રસાશને વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Gujarat Winter 2022: ઠંડીમાં ઠુઠવાવા માટે તૈયાર થઈ જાવ, 10 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, 2016માં નાપાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે

Next Article