જો તમે વેક્સિનના બે ડોઝ લીધા છે તો ભુજના આ બજારમાં તમને ખરીદી પર મળશે મોટુ ડિસ્કાઉન્ટ

|

Jul 13, 2021 | 10:18 PM

વેપારીઓએ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા સાથે પોતાના વેપાર ધંધાને નવી દિશા આપવા કંઈક નવી જ પહેલ કરી છે. જેમાં વેક્સિનના બે ડોઝ લેનારને ખરીદી પર ભારે ડીસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયુ છે.

જો તમે વેક્સિનના બે ડોઝ લીધા છે તો ભુજના આ બજારમાં તમને ખરીદી પર મળશે મોટુ ડિસ્કાઉન્ટ

Follow us on

Kutch: રાજ્યમાં રસીકરણ (Corona Vaccination) માટે લોકો જાગૃત બને અને સરકારના પ્રયાસોને બળ મળે તેવા અનેક ઉદ્દેશો સાથે ભુજ (Bhuj)ના વેપારી એસોસિએશને અનોખી પહેલ સાથે યોજના બહાર પાડી છે. જેમાં તમે જો વેક્સિન (Corona Vaccine)ના બે ડોઝ લીધા છે તો ભુજના આ બજારમાં તમને ભારે ડિસ્કાઉન્ટ અને ગીફ્ટ મળશે. વેપારમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે.

 

ત્યારે વેપારીઓએ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા સાથે પોતાના વેપાર ધંધાને નવી દિશા આપવા કંઈક નવી જ પહેલ કરી છે. જેમાં વેક્સિનના બે ડોઝ લેનારને ખરીદી પર ભારે ડીસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયુ છે. ભુજ વાણીયાવાડમાં પાંજરાપોળ શેરીના વેપારીઓએ આ અંગે એક નિર્ણય કર્યો છે. જેમાં જો કોઈ ગ્રાહક વેક્સિનના બે ડોઝ લેવા અંગેના પુરાવા લઈને આવશે તો કપડાથી લઈ જીવનજરૂરી જે વસ્તુઓની આ શેરીમાં દુકાનો આવેલી છે. તે મોટુ ડિસ્કાઉન્ટ આપશે કાપડ, સ્ટેશનરી અને ઘરવખરી સહિતની અનેક દુકાનો આ બજારમાં આવેલી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પાંજરાપોળ શેરીના વેપારીઓએ લીધેલા આ નિર્ણયનો અમલ ભુજના અન્ય વેપારીઓ પણ કરવા માટે પ્રેરાયા છે, જેથી રસીકરણ માટે લોકો આગળ આવે સાથે-સાથે ગ્રાહકો પણ આવે અને ખરીદીની સ્કીમથી બજાર તરફ ફરી આકર્ષાય તો વડી વેક્સિનથી જે રીતે વેપારીઓ સુરક્ષિત બન્યા છે તે રીતે ગ્રાહકો પણ બને તે ઉદ્દેશ છે.

 

એક પર એક ફ્રી અને 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ આ બજારની દુકાનોમાં તમને મળશે, જો કે હજુ શરૂઆત છે પરંતુ વેપારીઓને આશા છે કે ઘણા ગ્રાહકો વેક્સિન લેવા સાથે બજારમાં આ સ્કીમનો લાભ લેવા માટે આવશે. જો કે મુખ્ય ઉદ્દેશ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન હોવાનું વેપારી આગેવાન ધિરેન લાલને જણાવ્યું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: RTEની 5,560 અરજી રદ્દ, અરજી માન્ય કરાવવા DEO ઓફિસ ખાતે વાલીઓની પડાપડી

 

આ પણ વાંચો: વડોદરાની સ્કૂલે સરકારની 25 ટકા ફી માફીના આદેશનો ઉડાડ્યો છેદ, સંપૂર્ણ ફી ભરવાનો કર્યો આદેશ

Next Article