Gujarat winter 2023: કડકડતી ઠંડીનો સામનો કરવા રહો તૈયાર, નલિયામાં 7.3 ડિગ્રી તો અમદાવાદમાં 10.3 ડિગ્રી નોંધાયું તાપમાન

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આંશિક રાહત બાદ ૨૩ જાન્યુ.થી ઠંડીનું જોર વધશે. તો બીજી તરફ દિલ્લી અને ઉત્તર ભારતમાં  ભારે ઠંડી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat winter 2023:  કડકડતી ઠંડીનો સામનો કરવા રહો તૈયાર,  નલિયામાં 7.3 ડિગ્રી તો અમદાવાદમાં 10.3 ડિગ્રી નોંધાયું તાપમાન
ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:18 AM

હાલમાં ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું હતુ. અને નલિયા નલિયા 7.03 ડિગ્રી તાપમાન નોધાયું હતું અને  ડીસા 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો   હાલમાં રાજ્યમાં 10થી 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આંશિક રાહત બાદ ૨૩ જાન્યુ.થી ઠંડીનું જોર વધશે. તો બીજી તરફ દિલ્લી અને ઉત્તર ભારતમાં  ભારે ઠંડી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન  આ પ્રમાણે રહ્યું હતું

  • અમદાવાદ 10.3 ડિગ્રી..
  • ગાંધીનગર 9.5 ડિગ્રી
  • ડીસા 8.2 ડિગ્રી
  • વડોદરા 12.03 ડિગ્રી
  • વલસાડ 13.01 ડિગ્રી
  • નલિયા 7.03 ડિગ્રી
  • કંડલા 9.05 ડિગ્રી
  • કેશોદ 9.7 ડિગ્રી
  • રાજકોટ 11.4 ડિગ્રી
  • દ્વારકા 12.02 ડિગ્રી
  • બનાસકાંઠા 8.02 ડિગ્રી
  • પાટણ 10.5 ડિગ્રી

 

Published On - 9:55 am, Sat, 21 January 23